Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નીતિ આયોગની CEO અમિતાભ કાંત અમદાવાદની મુલાકાતે : શિક્ષકોનું સમર્થન કર્યુ

શિક્ષકો શિક્ષણનું કામ કરે તો સારૂ શિક્ષણ આપી શકે

અમદાવાદ : નીતિ આયોગના CEO અમિતાભ કાંત અમદાવાદની મુલાકાતે છે.IIM ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી.

આ દરમિયાન તેમણે શિક્ષકોને અપાતી વધારાની કામગીરી બાબતે નિવેદન આપ્યું હતું.

તેમણે શિક્ષકોનું સમર્થન કરતા કહ્યું કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ.જો શિક્ષકો માત્ર શિક્ષણનું કામ કરે તો જ સારું શિક્ષણ આપી શકે.તો શાળાઓ બંધ કરવા અને મર્જ કરવા મામલે પણ તેમણે કહ્યું કે, શિક્ષકોની અછત અનેક રાજ્યોમાં છે આથી સરકારનો શાળાઓ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. શાળાઓ વધારવાથી શિક્ષણ વધશે તેવું નથી.અત્યારના સમયમાં માત્ર ગુજરાતમાં જ નહીં અનેક રાજયોમાં વધારાની સ્કૂલો અમે બંધ કરી રહ્યા છીએ અમારુ લક્ષ્‍ય લર્નિંગ આઉટકમ વધારવાનું છે સ્કૂલો ખોલવાનું નહીં. કઈ રીતે સારુ એજ્યુકેશન બની શકે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે અને તમામ સ્કૂલોમાં કઈ રીતે પુરતા શિક્ષકો મળી રહે તેવો સરકારનો પ્રયાસ છે

આઈઆઈએમ ખાતે એક કાર્યક્રમમાં નિતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે હાજરી આપી હતી અને તેઓએ કુપોષણ અંગે વાત કરતા કહ્યું કે નિવેદન આપ્યું હતું. અમિતાભ કાંતે કહ્યું કે, સરકાર કુપોષણ મામલે સારૂ કાંમ કરી રહી છે. ન્યુટ્રીશિયનના કુપોષણ અભિયાનમાં અનેક રાજ્યોમાં ખૂબ સારી કામગીરી થઈ છે. ઓવરઓલ કોરોનાનો પિરિયડ હતો જેથી કેટલાક જિલ્લાઓ કુપોષણમાં પાછળ હતા. પરંતુ તેમાં પણ આગામી સમયમાં સારી કામગીરી થશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોષણના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષમાં ખૂબ સારુ કામ થયું છે પરંતુ આનું પરિણામ આવતા હજુ થોડો સમય લાગશે.

(10:48 pm IST)