Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઢસા ગામે મોક્ષધામ ખાતે ૩૦ ફૂટ ઉંચી શિવજીની પ્રતિમા મુકાય : અંતિમ સંસ્‍કારથી ૧રમાની વિધિની તમામ ક્રિયા ચેક જ સ્‍થળ પર કરી શકાશે

અમદાવાદ : જીવનું શિવ સાથેનું મિલન જ્યાં થાય તેવુ ઢસા ગામે આવેલ મોક્ષધામ ખાતે 30 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમાનું સ્થાપન કરી પ્રતિષ્ઠા કરવામાં આવી, સાથોસાથ યજ્ઞનું પણ આયોજન કરાયું. સમસ્ત ઢસાગામની લોકભાગીદારી થી 10 વિઘા જમીનમાં અંદાજીત દોઢ કરોડના ખર્ચે બનાવેલ છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ ગઢડા રોડ પર સમસ્ત ગામ દ્વારા લોક ભાગીદારીથી કૈલાસધામ(મોક્ષધામ) બનાવ્યું છે, જ્યાં આજે 30 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમાનું સ્થાપન કરી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

અને સાથોસાથ યજ્ઞનું પણ આયોજન કરાયું છે. આપ જે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા આપને એવું લાગશે કે અહિયાં કોઈ પાર્ટી પ્લોટ અથવા ફાર્મહાઉસ છે પરંતુ નહિ આછે બોટાદ જિલ્લાનું એક નંબરનું મોક્ષધામ એટલે કે કૈલાસ ધામ જે દસ વિઘા જમીનમાં શહેરના ગઢડા રોડ પર બનાવેલ છે અને દોઢ કરોડના સમસ્ત ઢસાગામની લોક ભાગીદારીથી બનાવેલ છે જ્યાં આજે શિવજીની પ્રતિમાની પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે કૈલાસ ધામમાં મોક્ષ રથનું લોકાર્પણ કરાયું હતું સમસ્ત ગામે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ગુજરાતમાં ઢસાના ગ્રામજનો અને દાતાઓ ગૌરવ લઇ શકશે તેવી એક વ્યવસ્થા ગ્રામજનોના સહયોગ થી ઉભી થઇ કરવામાં આવી છે. મૃતકના દેહના અંતિમ સંસ્કારથી લઈ બારમાંની વિધિની તમામ ક્રિયાઓ એક જ સ્થળ પર કરી શકાય તેવી વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. આવું સ્મશાન ગૃહ ગુજરાત બહાર પણ કદાચિત ક્યાંય નહીં હોય.

(10:47 pm IST)