Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બિરસામુંડાજી જન્મજંયતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાના નિર્ણયને રાજપીપળા ખાતે ભાજપે ફટાકડા ફોડી વધાવ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય મુજબ 15 નવેમ્બર ભગવાન બિરસામુંડાજીની જન્મ જંયતિ ના દિવસ ને "જનજાતિય ગૌરવ દિવસ " તરીકે ઉજવવામાં આવશે,કેન્દ્રીય કેબિનેટના આ મહત્વપૂર્ણ નિર્ણય ને રાજપીપળા માં ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વધાવ્યો હતો,રાજપીપળા ગાંધીચોક અને વડીયા ખાતે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ હર્ષદભાઇ વસાવા ની ઉપસ્થિતિમાં આ આતશબાજી નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણ ભાઈ વસાવા, નાંદોદ તાલુકા આદિજાતી મોરચાના મહામંત્રી સુરેન્દ્રભાઈ વસાવા, નર્મદા જિલ્લા યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ વસાવા, નર્મદા જિલ્લા યુવા મોરચાના પૂર્વ મંત્રી રક્ષિત ભાઈ વસાવા,  અજયભાઈ વસાવા, નર્મદા જિલ્લા આદિજાતિ મોરચો અમિતભાઈ વસાવા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(10:32 pm IST)