Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નડિયાદ રેલવે સ્ટેશન નજીક અજાણ્યા આધેડે ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશન નજીક  ગઈકાલે એક અજાણ્યા આધેડ પુરુષે ગુડસ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ અજાણ્યા આધેડ પુરુષની ઓળખ થઇ શકી નથી.

નડિયાદ રેલવે સ્ટેશનની દક્ષિણ દિશામાં કી.મી. નં.૪૪૯/૨૨/૨૪ વચ્ચે ગઈ કાલે સાંજે ચાર વાગ્યાના સુમારે એક અજાણ્યો પુરુષ ધસમસતી આવી રહેલ ગુડ્સ આગળ કૂદી પડયો હતો. આધેડનું ટ્રેનની નીચે આવી જતાં કપાઈ જવાથી ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અજાણ્યો પુરુષ આશરે ૫૦ વર્ષનો, શરીરે કાળું પેન્ટ, સફેદ ચોકડી વાળું આખી બાયનું શર્ટ, સફેદ બનિયાન, ભૂરો જાંંગિયો, રંગે ઘઉંવર્ણો હોવાનું જણાવ્યું છે. આ અજાણ્યો પુરુષ કોણ છે, ક્યાંનોબોરસદના  ગંજ બજારમાં  ઓનલાઇન    જુગાર  રમાડનાર  નવ  શખ્સોને સાયબર  ક્રાઇમે  ઝડપી  પાડ્યા   છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)