Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હર્ષલ પટેલ - પ્રિયાંક પંચાલની હરણફાળઃ ટીમ ઈન્ડિયામાં તક

હીરામણિ શાળા પરિવાર માટે ગૌરવની ઘડી

રાજકોટ, તા. ૧૧ :. અમદાવાદ હીરામણિ શાળા (ગુજરાતી માધ્યમ)ના ભૂતપૂર્વ આચાર્યશ્રી સ્વ. સનતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ હીરામણિ શાળાના પ્રાંગણમાં તૈયાર થયેલ હર્ષલ પટેલે છેલ્લી આઈપીએલમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ ન્યુઝીલેન્ડ જનારી ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલર તરીકે પસંદગી પામ્યા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે તા. ૨૩મી નવેમ્બરથી સાઉથ આફ્રિકા પ્રવાસે જનારી ઈન્ડિયા-એ ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જેના કેપ્ટન તરીકે ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલને તક આપવામાં આવી છે. ઘર આંગણાના ક્રિકેટમાં રનના ઢગલા ખડકનારા પ્રિયાંકની સાથે સાથે ગુજરાતના ફાસ્ટ બોલર અર્ઝાન નાગવાસવાલાને પણ ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈન્ડિયા-એ ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ચાર દિવસીય મેચો રમશે. ઈન્ડિયા-એ ટીમઃ પ્રિયાંક પંચાલ (કેપ્ટન), પૃથ્વી શો, ઈશ્વરન, પડિક્કલ, સરફરાઝ ખાન, અપરાજીત, ઉપેન્દ્ર યાદવ (વિ.કી.), ગોવ્થમ, આર. ચાહર, સૌરભ કુમાર, નવદીપ સૈની, ઉમરાન મલિક, ઈશાન પોરેલ અને અર્ઝાન નાગવાસવાલાનો સમાવેશ થાય છે.

(3:04 pm IST)