Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગુજરાતે કોરોના રસીકરણમાં વધુ એક સિદ્ધિ હાસલ કરી રેકર્ડ સ્‍થાપ્‍યો

પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થયાની સરકારની જાહેરાત

ગાંધીનગર : ગુજરાતે કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોરોનાની સામે રસીકરણ  જ એક સચોટ અને અક્સીર ઉપાય છે અને આવું કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. ગુજરાત સરકારના પ્રયત્નો અને નાગરિકોમાં જાગૃતતાને કારણે ગુજરાતમાં મોટાભાગના લોકોએ રસી લઈ લીધી છે. જે અંતર્ગત રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થઈ ચુક્યું છે.

જેમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ અને જૂનાગઢ મનપાનો સમાવેશ થાય છે.. આ તરફ રાજ્યના 4 જિલ્લાઓમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થયું છે. તો જૂનાગઢ, મહીસાગર, તાપી, અમદાવાદ જિલ્લામાં પણ 100 ટકા વેક્સીનેશન પૂર્ણ થયું છે..

રાજ્યના 16,109 ગામમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થયું છે.

એટલે કે 4 કરોડ 50 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 2 કરોડ 71 લાખ લોકોએ વૅક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે.. આમ રાજ્યમાં કુલ 7 કરોડ 20 લાખનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

(10:06 pm IST)