Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કોણ કહે છે ગુજરાતીઓને પોલીસ પ્રત્‍યે આભીયતા-લાગણી ગૌરવ નથી ?

ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતા પોલીસ સ્‍ટાફ સહિત સ્‍થાનિક લોકો રડી પડયા !! પોલીસ અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે

એક સાચા પોલીસ અને સ્થાનિકો વચ્ચે કેવી આત્મિયતા હોય એનો એક અનોખો કિસ્સો ખેડબ્રહ્મામાંથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ન માત્ર પોલીસ સ્ટાફ પણ સ્થાનિકો પણ અધિકારીને વિદાય આપતા રડી પડ્યા હતા. પોલીસ PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં સ્થાનિકોની પણ આંખ ભીની થઈ ગઈ હતી. પોલીસ PSI વિશાલ પટેલની બદલી થઈ હતી.


આ માટે પોલીસ સ્ટાફે એમનો વિદાય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં આવેલા પોલીસ કર્મીઓ સહિત ખેડબ્રહ્માના સ્થાનિકો પણ જોડાયા હતા. લોકોની આંખ પણ આંસુથી ભીની થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે

સામાન્ય રીતે પોલીસ અને પ્રજાના સંબંધો થોડા ગંભીર હોય છે. પણ અહીં પોલીસ અને પ્રજા વચ્ચે એક લાગણી અને પ્રેમ જોવા મળ્યો હતો. એક પીએસઆઈની બદલી થાય અને ગામના લોકો એને વિદાય આપવા માટે એકઠા થાય. એમાં દરેકની આંખ ભીની થાય એવું તો ભાગ્યે જ જોવા મળે છે. આ ઘટનાને પણ અસાધારણ કહી શકાય છે. પ્રજાના દિમાગમાં પોલીસની એક છાપ હોય છે. જેમાં ખાખીવર્દીમાં કડક અને કાયદાનું પાલન કરાવતા અધિકારી તરીકે લોકો યાદ કરતા હોય છે. પણ લોકોની લાગણીની પણ પોલીસકર્મીને અસર થાય છે. એવી આ ઘટના ખેડબ્રહ્મામાં જોવા મળી હતી. સહ પોલીસ કર્મચારી અને પોલીસ સ્ટેશનની હદમાં આવતા લોકો સાથેના સારા અને ગાઢ સંબંધને કારણે જ આવું બનતું હોય છે. વિગત અનુસાર પીએસઆઈ વિશાલ પટેલે કોરોના વાયરસની મહામારી દરમિયાન તથા લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી.

(10:05 pm IST)