Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ડીમોલેશન કરાયેલ 15 વર્ગોનું સમારકામ નહિ : હવે બે વર્ગખંડોમાં 483 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં 12 શિક્ષકો

ઉના તાલુકાની ખત્રીવડા પ્રાથમિક શાળામાં મહેકમ કરતાં શિક્ષકોની સંખ્યા ઓછી એટલું જ નહીં તેમાંથી પણ ત્રણ શિક્ષકોની બદલી: ધારાસભ્ય પુંજાભાઇ વંશે મુખ્યમંત્રીને રજૂઆત કરી

અમદાવાદ : ઉના તાલુકાની સનખડા કુમાર પે.સે. શાળા હેઠળની શ્રી ખત્રીવડા પ્રાથમિક શાળામાં મહેકમ કરતાં શિક્ષકોની સંખ્યા ઓછી છે. એટલું જ નહીં તેમાંથી પણ ત્રણ શિક્ષકોની બદલી કરવામાં આવી છે. બીજી તરફ આજથી દોઢેક વર્ષ પહેલાં ડીમોલેશ કરાયેલા 15 વર્ગખંડોનું સમારકામ નહીં થયું હોવાથી 483 વિદ્યાર્થીઓને બે વર્ગખંડમાં 12 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યાં છે. આ અંગે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉના તાલુકાની શ્રી ખત્રીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકોનું મંજૂર મહેકમ 15 છે, જેની સામે 12 શિક્ષકો હાલ કામ કરે છે, તેમાં પણ ત્રણ શિક્ષકોની બદલીના હુકમો થયેલ છે, પરંતુ તેઓને છૂટા કરવામાં આવેલ નથી. શાળામાં બાળકોની કુલ સંખ્યાબ 483 છે. તા. 22-10-2019ના રોજ મોટા ખત્રીવાડા તથા નાના ખત્રીવાડામાં સદર શાળાના 15 વર્ગખંડોનું ડીમોલેશન કરવામાં આવેલ, જેને 1 વર્ષ 8 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં નવા વર્ગખંડો બન્યાં નથી. હાલ શાળામાં માત્ર બે વર્ગખંડો છે અને તે પણ જર્જરિત હાલતમાં હોઈ મરામત કરવાપાત્ર છે. આ બે વર્ગખંડોમાં 12 શિક્ષકો 483૪૮૩ બાળકોને શિક્ષણ આપી રહયા છે, તે કેવી રીતે આપતા હશે તે શિક્ષણ વિભાગ જ જાણે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ જ રીતે ઉના તાલુકાની ઉના- 3ની પેટા શાળા શ્રી અંજાર પ્રાથમિક શાળામાં શિક્ષકોનું મંજૂર મહેકમ 12 છે, જેની સામે 10 શિક્ષકો હાલ કામ કરે છે. શાળામાં બાળકોની કુલ સંખ્યાં 397 છે. તા. 9-11-20ના રોજ આ શાળાના 11 વર્ગખંડોનું ડીમોલેશન કરવામાં આવેલ, જેને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યોમ છે. હાલ શાળામાં માત્ર બે વર્ગખંડોમાં 10 શિક્ષકો સાથે 397 બાળકો અભ્યાકસ કરી રહયા છે. ઉક્તે બંને શાળાની મેં રૂબરૂ મુલાકાત લીધી છે. બંને શાળાના આચાર્ય પાસેથી વર્ગખંડો બાબતે માહિતી માંગતા તેઓએ જણાવેલ છે કે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પેકેજમાં રૂમો મંજૂર થઈ ગયેલ છે અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડીમોલેશનની મંજૂરી આપતા અમોએ ડીમોલેશન કરાવ્યું છે. ત્યા રબાદ બંને શાળામાં નવા વર્ગખંડો બનાવવાના હતા, પરંતુ આજદિન સુધી ડીમોલેશન કરેલ વર્ગખંડોની સામે નવા ઓરડાઓનું કામ શરૂ થયેલ નથી.

તેમણે વધુમાં સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે, સરકાર નવી શિક્ષણ નીતિ અમલમાં લાવી વાહવાહી લુંટી રહી છે. એકબાજુ રાજ્યહમાં જરૂરિયાત મુજબનું ઈન્ફ્રા સ્ટ્રલકચર નથી, પૂરતો શૈક્ષણિક સ્ટાગફ નથી અને બીજીબાજુ ‘ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત’ના મોટામોટા બેનરો લગાવી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક શિક્ષક દીઠ એક વર્ગખંડની સરકારની નીતિ હોવા છતાં મારા વિસ્તાપરની ખત્રીવાડા અને અંજાર પ્રાથમિક શાળામાં શિક્ષક દીઠ વર્ગખંડ નથી. જિલ્લામાં અને રાજ્યછમાં આવી હજારો શાળાઓ છે કે જેમાં પૂરતા વર્ગખંડો નથી અને પૂરતા શિક્ષકો નથી. બાળકોને ખુલ્લામાં બેસાડીને કે એક વર્ગખંડમાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાનસ કરાવવામાં આવે છે. આમાં ક્યાંએ ભણશે ગુજરાત ? ક્યાંા વાંચશે ગુજરાત ? આમ પાયાના શિક્ષણને લાંબા ગાળાની ગંભીર પ્રકારની અસરો પડી રહી છે.

સ્વરપ્રસિદ્ધિના પ્રચાર-પ્રસાર માટે જેટલું લક્ષ આપવામાં આવે છે તેટલું જ લક્ષ છેવાડાના વિસ્તાોરોના આવતીકાલના નાગરિક અને ભવિષ્યરની રાષ્ટ્રમની પેઢીના શિક્ષણ અને ઘડતરને પણ પ્રાધાન્યક આપવામાં આવે તે જોવાની ફરજ આપણા સહુની રહે છે. વહીવટી અણઘડતા અને પ્રક્રિયાગત આંટીઘૂંટીના ભોગે બાળકોના પાયાના શિક્ષણના અમૂલ્યહ દોઢથી બે વર્ષ વેડફાય તે તંત્રવાહકો માટે લાંછનરૂપ ગણાય. સરકાર દ્વારા મોટા-મોટા ઈન્ફ્રા સ્ટ્ર્કચર પ્રોજેક્સ્વાહ જેવા કે ફલાય-ઓવર, ફોર લેન/સીક્સન લેન રસ્તાાઓ કે તેવા અન્યા પ્રોજેક્સ્ ઈન કે જેમાં મોટા કોર્પોરેટ હાઉસીઝ કોન્ટ્રા ક્ટકર હોય અથવા પીપીપી ધોરણે હાથ ધરાતા પ્રોજેક્સ્રા સમયમર્યાદામાં પૂર્ણ કરી, લોકાર્પણ કરી, પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે તે રીતે છેવાડાના વિસ્તાકરોના બાળકોનું બાળપણ વ્ય્ર્થ વેડફાઈ ન જાય તે માટે પણ યોગ્યપ ધ્યાૂન આપવામાં આવે તે અત્યંાત જરૂરી છે. આ બાબતને ગંભીરતાથી લઈ ભવિષ્યપમાં આવું ન બને અને બાળકોના ભવિષ્યે સાથે ચેડા ન થાય તે જોવા તથા શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલલિક અસરથી ખત્રીવાડા અને અંજાર પ્રાથમિક શાળામાં ખુટતા રૂમો તાત્કાવલિક અસરથી મંજૂર કરી, કામ શરૂ કરાવવા તથા જિલ્લાના અન્યભ તાલુકાઓમાં તથા રાજ્યતમાં પણ ખુટતા રૂમો મંજૂર કરી, કામ શરૂ કરાવવા મારી ભલામણ સાથે વિનંતી કરી છે.

 – આ શાળાઓમાં પેકેજમાં રૂમો મંજૂર કરવામાં આવ્યાર હતા એટલે જૂના રૂમોનું ડીમોલેશન કરવામાં આવ્યુંા તો નવા રૂમોનું કામ શરૂ કેમ કરવામાં ન આવ્યું ?
– ફક્ત‍ પેકેજમાં રૂમો મંજૂર ન થયા હોય તો જૂના રૂમોનું ડીમોલેશન શા માટે કરવામાં આવ્યું ? આના માટે જવાબદાર કોણ ?
– રૂમો ખરેખર મંજૂર થયા હતા કે કેમ ? જો હા, તો ક્યાીરે મંજૂર કરવામાં આવ્યાં ? કઈ તારીખે જાહેરાત બહાર પાડવામાં આવી ? કોની એજન્સીહ ક્યાૂરે ફીક્સર કરવામાં આવી ? કઈ એજન્સીીને ક્યારરે વર્કઓર્ડર આપવામાં આવ્યોક ?
– રૂમો મંજૂર થયા હોય તો સમયસર કામ શરૂ કેમ ન થયું ? કઈ કક્ષાએ આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી ?

(8:21 pm IST)