Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

હીના મર્ડર કેસમાં આજે સચીન દીક્ષિતને રિમાન્ડ મેળવવા માટે પોલીસે તેને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો. જયા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી: બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

હીના મર્ડર કેસમાં આજે સચીન દીક્ષિતને રિમાન્ડ મેળવવા માટે પોલીસે તેને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો. જયા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે.

ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ગૌશાળા પાસે પોતાના નાના બાળકને મુકી ફરાર પિતાએ તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે, પત્નીની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો પરતું પોલીસે તેને રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટમાં સચિનના પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરતું બન્ને પક્ષની દલીલો સાંભળી કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, સચિનને જોવા લોકો અને વકીલો ઉમટી પડ્યા હતા. જો કે, સચીન જજ સામે રડી પડ્યો હતો અને નીચે બેસી ગયો હતો.

દીક્ષિત વડોદરાથી બાળકને લઈને આરોપી ક્યાં રૂટ ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની જરૂર છે. સચિને ગુનો આચારીને આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી તે દિશામાં તપાસ કરવાની છે તમામ દલીલો બાદ એડિશનલ સિનિયર સિવિલ જજ જે.એન.પટેલે સચિનના 14 તારીખ સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. આ કાર્યવાહી બાદ સચિનનું મેડિકલ ચેકઅપ બાકી હોવાથી તેને ગાંધીનગર ખાતે મેડિકલ તપાસ કરવા લઈ જવામાં આવશે.

સચિન દીક્ષિતની ઐયાશીનો કરૂણ અંત

પ્રણય ત્રિકોણમાં હીનાની હત્યા કરવાના કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરાના બાપોદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીનગર પોલીસ સચિનને લઈને સાંજે વડોદરા પહોચી હતી અને સચિને જે ફ્લેટમાં હીનાની હત્યા કરી હતી તે ફ્લેટમાં પોલીસની સાથે FSLની ટીમ પણ પહોચી હતી. જ્યાંથી હીનાની લાશને વડોદરાના SSG પોસ્ર્ટમોટર્મ માટે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં શિવાંશ એકલો પડી ગયો છે.

પત્ની સાથે વારવાર ઝગડો કરતો હતો

સચિન તેની પત્ની હિના સાથે નાની નાની વાતે ઝગડો કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે, છેલ્લે હિના સાથે ઝઘડો કરતા સચિને હીનાની હત્યા કરી નાંખી પણ તેણે આ હત્યા કરતા પહેલા કોઈની પણ જિંદગી વિશે થોડું પણ ના વિચાર્યું અને હીનાની ગળું દબાવી હત્યા કરી નાખી.

(6:00 pm IST)