Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મોલના બે કેશિયરો રોકડ લઇ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાગોત્રી વિસ્તારમાં આવેલા ઓશિયા મોલમાં બે કેશિયર દિવસ દરમિયાન આવેલી રોકડની તફડંચી કરીને ફરાર થઇ જતા બંનેની સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે.

ઓશિયા મોલમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર જયરામ બીશ્નોઇએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મોલમાં કેશિયર તરીકે કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કુંવરપાલ પ્રેમપાલ અને પ્રશાંતકુમાર વિનાદકુમાર તા.૮ની રાત્રે ક્લોઝિંગ શીટ અન્ય કેશિયરને આપીને થોડા સમયમાં આવીએ છીએ તેમ કહી બંને જતા રહ્યા હતાં.

બીજા દિવસે હેડ કેશિયર દ્વારા બંને કેશિયરે આપેલી ક્લોઝિંગ શીટ અને રોકડ ચેક કરતા તફાવત જોવા મળ્યો હતો. રૃા.૪૩૧૨૫ની રકમમાં ફેર અંગે તપાસ કરતા આ રકમ બંને કેશિયર લઇને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બંનેના મોબાઇલ પર સંપર્ક કરતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આ અંગેની ગોત્રી પોલીસમાં ફરિયાદના પગલે પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

(5:38 pm IST)