Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વડોદરામાં પ્રથમવાર ડ્રોન સર્વેલન્સ કરી દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા

વડોદરા: શહેરની આસપાસ નદીના કોતરોમાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલતી હોવાથી પહેલીવાર પોલીસે ડ્રોન સર્વેલન્સ કરી ભઠ્ઠીઓ પર દરોડા પાડયા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરની આસપાસ વિશ્વામિત્રી તેમજ અન્ય નદીઓના કોતરોમાં ચાલતી ભઠ્ઠીઓમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. આ દારૂ વડોદરામાં તેમજ આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોય છે. વડોદરા પોલીસે પહેલીવાર ડ્રોન સર્વેલન્સ કરી દારૂની 10 ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડયા હતા. જેમાં કોયલી રણોલી અને આસપાસના વિસ્તારમાંથી 4 ભઠ્ઠી, ભાલીયા પુરા વિસ્તારમાં બે ભઠ્ઠી, બિલ અને વડસરમાં 2-2 ભટ્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે જુદા-જુદા ચાર ગુના નોંધ્યા હતા અને 110 લીટર દારૂ કબજે કર્યો હતો, જ્યારે દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતો 7600 હજાર લિટર થી વધુ વોશ પણ કબજે કરી દારૂ ગાળનારાઓની શોધખોળ હાથ ધરી છે.

(5:36 pm IST)