Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગળતેશ્વર તાલુકામાં રેશનિંગના દુકાનદારો હડતાલ પર ઉતર્યા હોવાની માહિતી

કઠલાલ:તાલુકામથક ખાતે આજે વાજબી ભાવની અનાજની દુકાનો ચલાવતા દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો વહેલીતકે દુકાનદારોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો દુકાનદારોએ અનાજના વિતરણથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વિતરણની તારીખ શરૂ થતાં પહેલા અનાજનો પૂરો જથ્થો દુકાને પહોંચાડવો, ઓનલાઈન વિતરણમાં વારંવાર સર્વર ખોટકાતા ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે તેનો નિકાલ કરવો, અનાજ વિતરણમાં આવતી ઘટ ઓનલાઈન મજરે આપવી, પોષણક્ષમ કમિશન આપવા અને તોલાટ ઓપરેટરને પગાર આપવો, સરકાર તરફથી નહીં મળેલા જથ્થાના નાણા રિફંડ આપવા, કમિશન અનિયમિત અને ચલણમાં કપાતું ટીડીએસ યોગ્ય નથી તે સમસ્યાનો ઉકેલ લાવવો, તુવેરદાળનો જથ્થો દુકાનદારને જોઈએ તે મુજબ આપવો અને ચલણ જનરેટ થાય તેવી વ્યવસ્થા કરવી, સ્ટોક બિલિંગ સાઈકલ ૩૦ દિવસની કરવી, સર્વરના કારણે આધારફેઈલ થતાં તેની તપાસણી કરી નોટિસ આપવી વગેરે જેવી અનેક માંગણીઓ દુકાનદારોએ આવેદનપત્રમાં સામે રજૂ કરી છે. જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અનાજવિતરણથી અળગા રહેવાની ચીમકી પણ દુકાનદારોએ ઉચ્ચારી છે.

(5:33 pm IST)