Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

માણસા શહેરમાં ખુલ્લી જગ્યામા ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી શખ્સને ઝડપી પાડયો

માણસા: માણસા શહેરમાં આવેલ મંગલમૂત શોપિંગની પાછળ પાકગની ખુલ્લી જગ્યામાં ગઇકાલે સાંજે એક ઈસમ પોતાના આથક ફાયદા સારું વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી આધારે માણસા  પોલીસે રેડ કરી આ ઈસમને ૧૨૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે માણસા પોલીસ સ્ટેશનના એએસઆઇ દિનેશભાઇ ચૌધરી, મુકેશસિંહ વિગેરેનાઓ માણસા શહેરમાં પેટ્રોલિંગમાં હતા અને ઇટાદરા ચાર રસ્તા પાસે પહોંચ્યા તે સમયે કોન્સ્ટેબલ નરેશભાઈ હરિભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે શહેરમાં આવેલ મંગલમૂત શોપિંગ ના પાછળના ભાગે પાકગની ખુલ્લી જગ્યામાં બેસી એક ઈસમ પોતાના અંગત આથક લાભ સારું વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમી રમાડી રહ્યો છે જે બાતમી આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ત્યાં પાકગ માં બેસી વરલી મટકાનો જુગાર લખતા જયદીપસિંહ અમરતજી વાઘેલા, ઉ.વ.૩૦, રહે.દરબાર વાસ, મુ.ઇટાદરા,તા.માણસા ને રંગેહાથ ઝડપી તેની તલાશી લેતા તેના પાસેથી ૨૨૦ રૃપિયાની રોકડ રકમ,૧૦૦૦ રૃપિયાનું ટેબ્લેટ અને જુગારનું સાહિત્ય મળી આવતા આ વરલી મટકાના આંકડા આગળ ક્યાં લખાવતો  હતો તે બાબતે પૂછતાં તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:33 pm IST)