Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કલોલ નજીક રાચરડા ગામેથી દારૂનો જથ્થો ભરેલ કાર બાતમીના આધારે પોલીસે ઝડપી પાડયા

કલોલ,: કલોલ પાસેના રાચરડા ગામેથી દેશી દારૃનો જથ્થો ભરીને કાર પસાર થવાની છે તે બાતમીના આધારે પોલીસ વોચમાં હતી ત્યારે બાતમી મુજબ નિખાર આવી ચડતા પોલીસે તેને અટકાવી ને તલાશી લેતા અંદરથી દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કારમાં સવાર બે શખ્સોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર સાંતેજ પોલીસ મથકના જવાનો આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે થોળ ગામ તરફથી એક સિલ્વર કલરની ટાટા નેનો ગાડી નંબર જીજે ૨૩ એમ ૫૫ ૧૪માં દેશી દારૃનો જથ્થો ભરેલો છે અને કાર રાંચરડા ત્રણ રસ્તા પાસેથી પસાર થવાની છે તે બાતમીના આધારે પોલીસ વોચમાં હતી ત્યારે બાતમી મુજબની કાર આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી અને કારની તલાસી લેતાં અંદરથી દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી વિદેશી દારૃ ૧૪૦ લિટર મળી આવતા જપ્ત કર્યો હતો પોલીસે કારમાં સવાર પરવેજ ઉર્ફે પપ્પુ શેખ રહે ઘાંચીવાડ મસ્જિદ પાસે કલોલ તથા આકાશ કુમાર સુરેશભાઈ પટેલ રહે કેશવ કૃપા સોસાયટી રેલ્વે પૂર્વ કલોલ ની ધરપકડ કરી હતી અને ટાટા નેનો કાર તથા વિદેશી દારૃનો જથ્થો મળી કુલ ૫૨૮૦૦ મુદ્દામાલ જપ્ત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:32 pm IST)