Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમદાવાદમાં પ્રેમસંબંધ તૂટતાક સગીરા નશાના રવાડે ચડી અને આત્‍મહત્‍યાની કોશિષ કરીઃ 181 અભયમ મહિલા હેલ્‍પલાઇન દ્વારા કાઉન્‍સેલિંગ કરીને પરિવારને સોંપાઇ

કલાકો સુધી કાઉન્‍સેલિંગ કરીને હવે આવુ નહીં કરે તેવું વચન આપ્‍યુ

અમદાવાદ: શહેરમાં રહેતી એક સગીરાનું 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા કાઉન્સેલિંગ કરી તેને પરિવાર જનોને સોંપી હોવાની ઘટના સામે આવી છે. આ સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ અન્ય યુવતીને પ્રેમ કરવાનું શરૂ કરતા આ સગીરા સતત આઘાતમાં રહેતી હતી અને તેના આઘાતમાં તે નશાના રવાડે ચઢી ગઈ હતી. જેથી આ મામલે 181 હેલ્પલાઈનને કોલ મળતા સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી પરત પરિવારજનોને સોંપી હતી.

181 અભયમ્ હેલ્પલાઇન મહિલાઓ માટે કાઉન્સેલિંગનું કામ કરે છે. જેમાં અનેક કિસ્સા તેઓના ધ્યાને આવતા હોય છે, જે સમાજને ચેતવણીરૂપ કિસ્સા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તેઓની ટીમ પાસે આવ્યો હતો. જેમાં એક માતાનો પોતાની દીકરીને સમજાવવા કોલ આવ્યો હતો કે સગીર વયની દીકરીને એક યુવક સાથે પ્રેમ થયો હતો. પ્રેમ સંબંધમાં રહેલી સગીરાને આ પ્રેમીએ છોડી દઈ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. જેથી હવે તેમની દીકરીને મનમાં લાગી આવ્યું હતું. સગીરાના પ્રેમીએ અન્ય યુવતી સાથે અફેર કરતા સગીરા કેફી દ્રવ્યોના સેવન ન રવાડે ચઢી ગઈ હતી. નશો કરીને આ સગીરા ઘરના લોકોને હેરાન કરવા લાગી હતી.

યુવકના પ્રેમમાં અંધ બનેલી સગીરાએ મરવાના પણ પ્રયત્નો કર્યા હતા. તે બ્લેડના ઘા હાથમાં મરવાના પ્રયત્નો કરવા લાગી હતી. જેથી ગભરાઈ ગયેલા પરિવારે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. આ બાદ અભયમની ટીમ  કાઉન્સેલિંગ માટે તરત પહોંચી હતી. તેઓએ સગીરાને આવીને સમજાવી હતી. સગીરા પાસેથી બ્લેડના ટુકડા લઈ સગીરાને અનેક કલાકો સુધી કાઉન્સેલિંગ કરી સમજાવતા તે સમજી ગઈ અને હવે આવું નહિ કરે તેવું વચન આપ્યુ હતું.  આપતા અભયમની ટીમે સગીરાને ખુશીથી પરિવારને સોંપી અને એક સગીરાની જિંદગી બચાવી લીધી હતી.

(4:47 pm IST)