Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વડોદરામાં ફતેગંજ મેઇન રોડ ઉપર યુવક મંઠળ આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં 400થી વધુ લોકો એકત્ર થતા પોલીસે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડયો

કોરોના ગાઇડલાઇનનો અમલ ન થતા નિયમોને નેવે મુકીને ગરબે ઝુમતા ખેલૈયાઓને પોલીસે પાઠ ભણાવ્‍યો

વડોદરા: વડોદરા શહેરના ખાતે પણ ચાલુ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે કોવિડની ગાઇડ લાઇનના પાલન સાથે 400 લોકોની મર્યાદામાં  ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપી છે. ત્યારે પાંચમા નોરતો વડોદરામાં પોલીસે ખેલૈયાના રંગમાં ભંગ પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા  ના ફતેગંજ મેઇન રોડ પર યુવક મંડળના ગરબાને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા. અહીં 400થી વધુ લોકોની ભીડ એકઠી થઇ હોવાથી પોલીસને ગરબા બંધ કરાવવાની ફરજ પડી હતી. ગરબા આયોજક રાજુ અગ્રવાલની પોલીસે કરી અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ગરબા બંધ કરાવતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગત વર્ષે પણ ગરબાનું આયોજન થઇ શક્યું ન હોવાથી આ વર્ષે યુવાનોમાં અનોખો ઉત્સાહત જોવા મળી રહ્યો છે. પરંતુ ઉત્સાહ ઉત્સાહમાં નિયમોને નેવે મૂકી ગરબે ઝૂમતા ખેલૈયાઓને પોલીસે પાઠ ભણાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે , સરકારે કોરોનાના કેસો ઘટતા ગરબાના આયોજનની શરતી મંજૂરી આપી છે જેને લઇને સૌ કોઈ ઉત્સાહ સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક તથા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

(4:44 pm IST)