Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મેનેજમેન્ટે સમાધાન-મંત્રણામાં આપેલ ખાત્રી મુજબ કાર્યવાહી નથી કરીઃ વિશ્વાસઘાત કર્યો છેઃ પીજીવીસીએલમાં ૨૦મીએ સામુહિક હડતાલ

એજી વિકાસ અને જીબીઆએ નોટીસ પાઠવતા ખળભળાટઃ નોટીસમાં અનેક મુદ્દા રજૂ કર્યા

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ તાજેતરમાં પીજીવીસીએલના એમડીને નોટીસ પાઠવી હતી અને આંદોલનની જાહેરાત કરી હતી. આ પછી થયેલ મીટીંગમા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને સુખદ સમાધાન થતા આંદોલનની નોટીસ પાછી ખેંચાયેલ, પરંતુ મેનેજમેન્ટે મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યુ નથી અને વિશ્વાસઘાત તથા સંકલન સમિતિમાં અવિશ્વાસ ઉભો કરવાની કુટનીતિ અપનાવી છે તેવો આક્ષેપ કરી ફરી આંદોલનની નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે.

આ આંદોલનના કાર્યક્રમ મુજબ ૨૦ ઓકટોબરે પીજીવીસીએલમાં તમામ કેડરના સ્ટાફ અને કંપનીના તાબાની તમામ ઓફિસોમાં એક દિવસની માસ સીએલનો ઓર્ડર જાહેર કર્યો છે. આંદોલનની નોટીસ એજી વિકાસના જનરલ સેક્રેટરી ચેતનસિંહ રાઠોડ તથા જીબીઆના જનરલ સેક્રેટરી ડી.એમ. સાવલીયાએ જાહેર કરી છે. કાલથી તમામ રજા રીપોર્ટ મુકી દેશે.

(3:41 pm IST)