Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગુજરાત ઉપરથી વાદળો ગાયબ, પણ કોઈ- કોઈ સ્થળોએ ગાજવીજ સાથે વરસી જાય

રાજકોટઃ આજે સવારે લેવાયેલી ઈન્સેટ તસવીરમાં મોટાભાગના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપરથી વાદળાઓએ વિદાય લીધાનું જણાય છે. ચોમાસુ હવે લગભગ વિદાય લઈ રહ્યું છે. જો કે કેટલાક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી તો થયેલ છે. લોકલ ફોર્મેશનની અસરથી બપોર બાદ ગાજવીજ સાથે કોઈ- કોઈ સ્થળોએ મેઘરાજા વરસી જશે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ ગઈકાલે અમુક વિસ્તારો કોરાકાટ જોવા મળ્યા હતા.

(1:01 pm IST)