Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

શિવાંશને તરછોડ્યા પહેલા સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી : મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.

હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસમાં આખરે હત્યારા સચિન  સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

(12:40 pm IST)