Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી પર્વે દરિયાપુરના વાડીગામ અને કડવા પોળના શેરી ગરબામાં સહભાગી થયા

મુખ્યમંત્રીએ કડવા પોળમાં વિતાવ્યું છે બાળપણ : નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને પોતીકા વ્યક્તિની ગરબામાં જોડાવાની લાગણીઅદકેરા સત્કારમાં જોવાઈ

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ  નવરાત્રિ પર્વના પાંચમા નોરતે આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વાડીગામ અને કડવા પોળના શેરી ગરબા ઉત્સવમાં લોક ઉમંગમાં જોડાયા હતા.

  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે પોતાનુ બાળપણ કડવા પોળમાં વિતાવ્યું છે અને તેઓ આજે અહી ગરબામાં સહભાગી થયા તેથી સૌ નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ અને  પોતીકા વ્યક્તિની ગરબામાં જોડાવાની લાગણી મુખ્યમંત્રીના અદકેરા સત્કારમાં જોવા મળી હતી.
અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ અમિત ભાઈ સહિત પ્રદીપસિંહ વાઘેલા અને અગ્રણીઓ આ વેળાએ જોડાયા હતા

(10:57 pm IST)