Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

નાનાઝુંડા બસ સ્ટેન્ડ પાસે રાહદારીને મોટરસાઇકલ ચાલકે અડફટ માં લઇ ઇજ કરતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નનાઝૂંડા ગામના બસ સ્ટેન્ડ પાસે રાહદારીને ટક્કર મારી ઇજાઓ કરનાર મોટરસાઇકલ ચાલક સામે ફરિયાદ થઈ છે
મળતી માહિતી મુજબ દિનેશભાઈ મગનભાઈ તડવી( રહે,નાનાઝુંડા) ની ફરિયાદ અનુસાર તેઓ તા.9 ઓક્ટોમ્બરે સવારે 8 વાગે પોતાના ઘરેથી ગામમાં બીજાના ઘરે જતા હતો તે વખતે નાનાઝુંડા બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતી વખતે મો.સા. નંબર GJ-22-B-9660 ગરૂડેશ્વર તરફથી પૂરઝડપે લાવી તેમને ટક્કર મારી એકસીડન્ટ કરી ડાબા પગે ઘુંટણથી નીચેના ભાગે ફેક્ચર કરી તથા માથાના ભાગે ઇજા પહોંચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:39 pm IST)