Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

લલીતાબા બધાને છોડીને મોક્ષ પામ્યા : સમાજ અને કુટુંબને પ્રેરણાત્મક જીવન જીવતા શીખવતા ગયા

સામાજિક અને આર્થિક રીતે અનેક બહેનોને મદદ કરતા, પ્રેરણા આપતા અને દરેક સ્ત્રીઓએ પણ આત્મનિર્ભર બનવું જોઈએ એવી લલીતાબા પ્રેરણા આપતા

અમદાવાદ : એનું નામ લલીતા પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા દેવળિયા ગામ માં જન્મ થયેલો .પિતા મહાદેવભાઇ અને માતા નું નામ રેવા બેન. લલીતાબેન સાત ભાઈ બહેન એમાં લલીતાબેન ત્રીજા નંબરના સંતાન હતા .લલીતાબેન બાળપણમાં ખૂબ જ તોફાની અને ચંચળ સ્વભાવ ના હતા. અને ખૂબ જ સેવાભાવિ હતા. હંમેશા નાના-મોટા સહુ કોઈ ની મદદ કરતા હતા. લલીતાબેન ની નાનપણથી જ તળાવ માં તરવાનો ખૂબ જ શોખ હતો. સહેલીઓ સાથે જ્યારે તળાવે કપડા ધોવા ને પાણી ભરવા ને નાહવા જાય ત્યારે તેઓ તળાવમાં અલગ અલગ પદ્ધતિથી ખુબ જ સરસ પાણીમાં તરતા. અને તેમની સહેલીઓને પણ તરતા શીખવતા. લલીતાબેન ગમે તેવું  મોટું તળાવ હોય તો પણ તરતાં..તરતાં  તળાવની વચ્ચે નીકળતા અને કમળ તોડી લાવતા.  એવા નીડર અને બહાદુર સેવા ભાવિ છોકરીના સૌ કોઈ વખાણ કરતા. સમય જતા તેમના લગ્ન એક શિક્ષણ ખાતા માં અધિકારી પોપટભાઈ સાથે થયા. લલીતાબેન અને તેમના પતિ બન્ને .સ્વાધ્યાય સંપ્રદાય પાંડુરંગ શાસ્ત્રીને ખૂબ જ માનતા .અને ગામમાં સ્વાધ્યાય સંપ્રદાયની શરૂઆત કરી. લલીતાબેન બાળ કેન્દ્ર પણ ચલાવતા. લલીતાબેન બાળકોને ગીતો ગવડાવતા રમતો રમાડતા અને અવનવો નાસ્તો પણ આપતા. ને સારી સારી બાબતો ટેવો નું  સિંચન કરતા.  નાના બાળકોને સ્વાધ્યાય પરિવાર સાથે જોડતા. લલીતાબેન ને એમના પતિ બંને રાત્રે ભાવ ફેરી માં જતા અને સમાજમાં સારા ગુણો અને એકતા જળવાય તેવી પ્રેરણાત્મક સંસ્કારોનું સિંચન કરતા. સવારે વહેલા ઊઠીને પ્રભાત ફેરી કરવા પણ જતા. લલીતાબેન ને ત્રણ સંતાનો થયા સૌથી મોટો દીકરો રોહિત ,દર્શના ,અંકિત ત્રણ સંતાનો થયા .અને ત્રણેય સંતાનોને હંમેશા તેમની સાથે સ્વાધ્યાય પરિવારમાં પણ જોડતા સત્ય ,પ્રેમ, કરુણા નું સિંચન કરતા.  
અમદાવાદ જિલ્લાનું સુંવાળા ગામના તેઓ વતની. અને આજુબાજુના નાના નાના ગામના લોકો
 સુંવાળા ગામ માં ઘંટી એ લોટ દડવા અને કરિયાણું ને ખરીદી કરવા ચાલતા ચાલતા દૂર દૂરથી આવતા. લલીતાબેન નું ઘર મંદિર ના મોટા ચોકમાં ચાર રસ્તા પર હતું. એટલે આવતા જતા મુસાફરો ત્યાં વિસામો કરવા બેસતા. અને લલીતાબેન આવતા જતા મુસાફરો ને હંમેશા ઠંડુ પાણી પીવા માટે મળી રહે તે માટે મોટા માટલા ભરી રાખતા. અને મુસાફરો હંમેશા પાણી પી લલીતાબેન જોડે સુખદુઃખની વાતો કરી વિસામો કરી ને આગળ એમને ગામ જતા. ઘણી વાર લલીતાબેન ગરીબ મુસાફરોને જમાડતા ચા, નાસ્તો પણ કરાવતા. ને ઓટલે વિસામો કરીને મુસાફરો લલીતા બેન ને અંતરના આશીર્વાદ આપીને આગળ વધતા.
      લલીતાબેન અવાર નવાર ગામના બાળકોને  અવનવો નાસ્તો બનાવીને  બાળકોને આપતા આમ મોટાની સાથે નાના બાળકોને પણ લલીતાબેન ખુબ જ ગમતા .અને ઘણી વાર મંદિરના ચોકમાં બાળકોને અવનવી રમતો પણ રમાડતા .અવનવા તહેવારોમાં ગામના બાળકોને દિવાળીમાં ફટાકડા ,ઉત્તરાયણમાં પતંગ,  ચીકી ,લાડુ ,હોળીમાં ખજૂર- ધાણી રંગો ,સાતમ-આઠમમાં મીઠાઈ જેવી અવનવી વસ્તુઓ અને ખાવાની ચીજો બાળકોને આપતા લલીતાબેન ને બાળકો અતિ પ્રિય હતા.
          લલીતાબેન વડીલોની સાથે બેસી ને રામાયણ ,મહાભારત ,શિવપુરાણ ઓખાહરણ જેવા ધાર્મિક ગ્રંથો પણ વડીલોને વાંચીને સંભળાવતા મંદિરના ઓટલે મોડા સુધી ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા .ને ધાર્મિક વાતો કરતા નાના મોટા વડીલો બધા જ લલીતાબેન ને ખુબ જ પ્રેમ કરતા ને આવતા જતા એમની ખબર અંતર પૂછી ને જ આગળ જતા.
    લલીતાબેન સ્ત્રીઓને પોતાના પગભર  રહેવા માટે પણ પ્રેરણા આપતા. એ સિલાઈ કામ પણ કરતા. અને બીજી બહેનો ને પણ શીખવતા .નાના-મોટા વેચાણ માટેના ઉદ્યોગ પણ કરતા. અને બીજી બહેનો ને પણ ગૃહ ઉદ્યોગ શીખવતા. અને સામાજિક અને આર્થિક રીતે પણ બહેનોને મદદ કરતા. પ્રેરણા આપતા દરેક સ્ત્રીઓએ પણ આત્મનિર્ભર બનવું જોઈએ એ ખૂબ મોટી પ્રેરણા હતી તેમની.
        લલીતાબેન ગાયો,કુતરા માટે રોટલા બનાવીને અવાર-નવાર રોટલા ગાયોને ખવડાવતા .ગૌશાળામાં રોટલાઓ બનાવીને બધી ગાયોને રોટલા બાજરો ,ઘઉં બાફેલા ખવડાવતા કૂતરાઓને દૂધ, રોટલા ખવડાવતા એટલું જ નહીં મંદિરમાં પંખીઓને ચણ પણ રોજ નાખતા પ્રભાત ફેરી કરવા પણ રોજ જતા.
    લલીતાબેન ઘર, કુટુંબ, ગામ ,સમાજ માં ખૂબ જ ઉમદા અને પ્રેમાળ સ્વભાવના સેવા ભાવી લલીતા "બા"નુ બિરદુ પ્રાપ્ત થયું અને સૌ કોઈ એમને ખૂબ જ માન સન્માન થી બોલાવતા. અને ખુબ જ ચાહતા. લલીતાબેન ના બે દીકરા અમદાવાદ રહેવા માટે આવ્યા અને લલીતા "બા "પણ અમદાવાદ રહેવા આવ્યા. ગામના લોકો તેમને ખૂબ જ યાદ કરતા . લલીતાબેન પણ અમદાવાદ થી અવાર નવાર ગામની મુલાકાત લેતા .સૌ કોઈ તેમને ખૂબ માન પાન સાથે મીઠો આવકાર આપતા.
 અમદાવાદ આવ્યા પછી પણ લલીતાબેન ધાર્મિક ગ્રંથો વાંચતા લોકો સાથે ધાર્મિક વાતો કરતા .અવનવું જ્ઞાન આપતા અને ચકલાને ચણ કુતરાને રોટલા અને ગૌશાળામાં રોટલા  જાતે બનાવીને સોલા ગામની ગૌશાળામાં અવાર નવાર આપવા જતા.
લલીતાબેન ને ભજન અને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અતિ પ્રિય શોખ હતો અને બાળકોને પૌત્રોને પણ ધાર્મિક વાર્તાઓ કહેતા.

     લલીતા બા પોતાની એક નવી ઓળખ અને સમાજમાં ઉત્તમ વ્યક્તિત્વની સુગંધ ફેલાવી સમાજમાં એક પ્રેરણા રૂપ વ્યક્તિત્વ ઉભું કર્યું. ને આજે કોરોનાની મહામારી માં લલીતા" બા" બધાને છોડીને મોક્ષ પામ્યા જ્યારે સમાજ અને કુટુંબમાં એમની ખોટ ક્યારેય ન પુરી શકાય એવી યાદો અને પ્રેરણાત્મક જીવન જીવતા શીખવતા ગયા. લલીતા "બા" ને એમના પ્રેરણાત્મક જીવન ને કોટી કોટી વંદન. (લેખિકા લલીતાબા ના પુત્રી છે)

લેખિકા : દર્શના પટેલ (અમદાવાદ)

(6:39 pm IST)