Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સુરતના ઉઘના વિસ્તારમાં ટાઇટલ ક્લિયર વગરની જમીન વેંચી 27 લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઉધના દીપરેખા કોમ્પલેક્ષમાં ગ્રીન હેવન ઇન્ડિયા ડેવલોપર લી. ના નામે 10 વર્ષ અગાઉ ઓફિસ શરૂ કરી ટાઇટલ ક્લીયર ન હોવા છતાં ક્લીયર હોવાનું જણાવી અંકલેશ્વરની જમીનમાં પ્લોટીંગ કરી 27 પ્લોટધારકોને વેચી છેતરપિંડી કરનાર બે ભાઈ, દંપત્તિ સહિત 7 વિરુદ્ધકતારગામના એલઆઈસી એજન્ટ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના ખારવા ગામના વતની અને સુરતમાં કતારગામ હેલ્થ સેન્ટરની પાછળ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં.48 માં રહેતા 35 વર્ષીય જયેન્દ્રભાઈ ચતુરભાઇ હીંગળાદીયા કતારગામ આંબાતલાવડી રોડ લલીતા ચોકડી શિવ કોમ્પલેક્ષ ખાતે શ્રી આર્ટ ગ્રાફિક્સ ડિઝાઇન એન્ડ પ્રિન્ટીંગનું કામ કરે છે. તેની સાથે એલઆઈસીના એજન્ટ પણ છે. જયેન્દ્રભાઈ અને તેમના ભાઈ અમિતે એપ્રિલ 2011 માં સુરતના ઉધના મેઈન રોડ દીપરેખા કોમ્પલેક્ષમાં ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર લી.ના સંચાલકોએ ભરુચ અંકલેશ્વરના અડાદરામાં પ્લોટીંગનું આયોજન કર્યું હોય અને તેમણે ટાઇટલ કલીયર હોવાનું જણાવી પ્લોટોનું વેચાણ કરવા માટે પેમ્પલેટ છપાવી અને એન.એ.પ્લાન પાસ કરવાની વાત કરી હોય બે પ્લોટ બુક કરાવ્યા હતા. ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર લી.ના સંચાલકોએ બંને ભાઈ ઉપરાંત અન્ય 25 વ્યક્તિને પણ પ્લોટ વેચી રૂ.50 હજારથી માંડીને રૂ.2.50 લાખ લઈ પેઢીની રસીદો, કબ્જા રસીદ તથા એગ્રીમેન્ટ બનાવી આપ્યા હતા.

(6:02 pm IST)