Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

થાઇલેન્ડની યુવતીની હત્યા હોવાની આશંકા સામે આવી

રોકડ-ચેન ગાયબ, સ્પા મેનેજરની તપાસ શરૂ : પોલીસે સ્પામાં કામ કરતી હમવતની આયદા અને મગદલ્લા ગામમાં રહેતા ચેતન નામના યુવાન પર શંકાની સોઇ તકાઈ

સુરત,તા.૧૧ : થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા સુરત પોલીસને પરસેવો પડી રહ્યો છે. કેસમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે મરનાર યુવતી રોકડા મોબાઈલ અને સોનાની ચેઇન ગાયબ થયાનું સામે આવતા પોલીસે તેની સાથે રહેતી યુવતી સાથે સ્પા મેનેજર પર તપાસ શરૂ  કરી છે. જોકે મેનેજર યુવતીના ઘરે અવાર નવાર આવતો હતો જેને લઈને પોલીસે હમવતની લ્લઆયદાલ્લ અને મગદલ્લા ગામમાં રહેતા લ્લચેતનલ્લ નામના યુવાન પર તપાસ કેન્દ્રિત કરી છે. સુરત મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોનાની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

           વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસની મીસ્ટ્રી ઉકેલવા એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ડીજીવીસીએલના અધિકારી બાદ ઇલેકટ્રીક ઇન્સ્પેક્ટરે પણ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઇક્નાર કર્યો છે. પરિણામે વનીદાનું મોત આકસ્મિક નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી રહી હોવાની આશંકા પ્રબળ બની રહી છે. બીજી તરફ તપાસ અંતર્ગત સીસીટીવી ફુટેજમાં વનીદાની રૂમથી માત્ર ૧૦૦ મીટરના અંત્તરે રહેતી હમવતની આયદા નામની યુવતી પોલીસના શંકાના ઘેરામા છે. મોતને ભેટેલી વનીદા હમવતની આયદાથી પરિચીત હતી. પરંતુ રૂ પાર્ટનર રૂહીવા ઉર્ફે મ્યાઉંએ આયદા સાથે પરિચય કરાવ્યો હતો અને તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી.

           રવિવારે સવારે વનીદાનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો તે પૂર્વે એટલે કે શનિવારે રાત્રે વનીદાએ આયદાને ફોન કરી પોતે ઝીંગા લાવી છે અને ઘરે જમવા બોલાવી હતી. જેથી રાત્રે .૩૦ વાગ્યાથી વ્હેલી સવાર સુધી આયદા તેની સાથે હતી અને પૂછપરછમાં આયદાએ રાત્રે .૫૦ વાગ્યે વનીદાના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં દારૂ લેવા ગઇ હોવાની કબૂલાત પણ કરી છે. નીદા સોનાની ચેઇન પહેરતી હતી અને રોક્ડ પોતાની પાસે રાખતી હતી. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસને રૂમમાંથી સોનાની ચેઇન કે રોક્ડ મળી નથી અને વનીદા ત્રણ મોબાઇલ યુઝ કરતી હતી પરંતુ તે પણ મળ્યા નથી.

(7:52 pm IST)