Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પાલઘર હત્યા કેસની સીબીઆઈ તપાસની માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેના નર્મદાનું કલેક્ટર ને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી રાજપૂત કરણી સેના,નર્મદા જિલ્લા દ્વારા આજે નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પાલઘર હત્યા કેસની સીબીઆઈ ને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર માં કરણી સેના,નર્મદાના સુરેન્દ્રસિંહ રાજ, કુલદીપસિંહ ગોહિલ અને અન્ય યુવા મિત્રો એ જણાવ્યું હતું કે ૧૬ એપ્રિલ,૨૦૨૦ ના રોજ શ્રી પંચદાશ્નમ,જુના અખાડાના સંત કલ્પવૃક્ષગીરી તેમના ગુરુ શ્રીમંત રામગિરી જીની અચાનક મૃત્યુને કારણે,તેમના કાર ડ્રાઈવર નિલેશ તેલાદેની સાથે અંતિમ વિધિમાં જોડાવા માટે મુંબઇ થી ગુજરાત માટે નીકળ્યા હતા.જિલ્લા પાલઘર મહારાષ્ટ્ર થાણા ના કાસા વિસ્તારના ગડચિંચલ ગામ નજીક તાળા બંધી હોવા છતાં,પહેલાથી હાજર ૨૦૦ જેટલા લોકોએ સંતોની કાર રોકી પલટી મારી હતી ત્યારબાદ તેમના પર પથ્થરમારો કર્યો હતો.તેજ સમયે વન વિભાગના કર્મચારી એ સવારે 11.00 વાગ્યે ઘટનાની માહિતી પોલીસ મથકે આપી હતી પોલીસે સંતો અને ડ્રાઈવરને તેમની કસ્ટડીમાં લઇ જીપમાં બેસાડ્યા હતા,પરંતુ ઉપદ્રવિયો એ પોલીસની હાજરીમાં લાઠી,ડંડા,રોડ,છરી થી મારમારી નિર્દયતાથી માર્યા અને પોલીસ દર્શકો બની રહી આ બદમાશોએ સંતોના પચાસ હજાર રૂપિયા તેમજ ભગવાનના સોનાના મેકઅપનો સામાન લૂંટી લીધો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પોલીસે આ ત્રણેયને બચાવવા કેમ હવામાં ગોળીબાર કર્યો ન હતો, જ્યારે ત્રણેય પોલીસ કસ્ટડીમાં હતા તે સ્થિતિમાં પોલીસની પ્રામાણિકતા પણ શંકાસ્પદ છે.આ બાબતે કાસા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. ત્યારે શ્રી રાજપૂત કરણી સેના આ ઘટના અંગે ખૂબ ગુસ્સે છે.અને આ બનાવની સીબીઆઈ તપાસના આદેશ આપવા જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે નર્મદા જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(7:37 pm IST)