Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુરતમાં ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરવા માટેનો ચાર્જ ઘટાડી દેવામાં આવતા લોકોમાં રાહત

સુરત: શહેરમાં ગેરકાયદે નળ જોડાણ કાયદેસર કરવા માટેની સ્કીમમાં વધુ ચાર્જ હોવાથી પ્રતિસાદ મળ્યો હોવાથી હજી પણ સુરતના 20 લાખ ટેનામેન્ટમાંથી પાંચ લાખ જેટલા ટેનામેન્ટમાં નળ જોડાણ ગેરકાયદેસર છે. જેને કાયદેસર કરવા માટેનો ચાર્જ રૃા.500થી રૃા.2500 કરાયો છે અને તા.31 ડિસેમ્બર સુધીની મુદત અપાઇ છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ લાખ જેટલા ટેનામેન્ટમાં નળ જોડાણ ગેરકાયદેસર છે તેને કાયદેસર કરવા માટે મ્યુનિ. તંત્ર અગાઉ અનેક સ્કીમ જાહેર કરી ચુક્યું છે પરંતુ તેના માટે મ્યુનિ.નો લઘુત્તમ ચાર્જ 2200 રૃપિયાનો હોવાથી  સ્કીમને પ્રતિસાદ મળ્યો નહોતો. હાલ સરકાર દ્વારા નલ સે જલની સ્કીમ જાહેર કરી છે તેમાં 0 થી 2500 ચોરસ મીટરનું બાંધકામ ધરાવતી મિલ્કત માટે રૃા.૫૦૦થી રૃા.2500 સુધીનો ફિક્સ ચાર્જ જાહેર કરવામા ંઆવ્યો છે. સુરતની 64 લાખની વસ્તી માટે સ્કીમ જાહેર કરાઇ છે. મ્યુનિ.ના પાંચ લાખ ટેનામેન્ટમાં વિવિધ સાઈઝના નળ જોડાણ ગેરકાયદેસર છે તેમાં અડધા ઈંચથી બે ઈંચ વચ્ચેના જોડાણને કાયદેસર કરાશે. જોડાણ કાયદેસર કરાવાની છેલ્લી મુદત તા. 31 ડિસેમ્બર, 2020 છે.  મ્યુનિ. તંત્ર પહેલાં નળ જોડાણ કાયદેસર કરતું હતું જેમાં કનેક્શન ચાર્જવોટર ચાર્જદંડરસ્તા ખોદાણ ચાર્જ તથા અન્ય ચાર્જ વસુલતું હતું. બધો ચાર્જ હવે નહી લેવાય જેથી નળ જોડાણ કાયદેસર કરાવવામાં લોકોનો કુલ 100 કરોડ જેટલી રકમની રાહત મળશે. અગાઉ નળ જોડાણ કાયદેસર કરવા માટે અનેક વાર મુદતો લંબાવાઇ હતી. હવે નવી સ્કીમને કેટલો પ્રતિસાદ મળે છે તે સમય બતાવશે. 

(6:51 pm IST)