Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડનગરના નદીઓળ વિસ્તારમાં મહેસાણા એસઓજીએ ઓચિંતી રેડ પાડી ગાંજાનો વેપાર કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી

મહેસાણા:વડનગરના નદીઓળ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસના એક મકાનમાં મહેસાણા એસઓજીએ ઓચિંતી રેઈડ કરીને અંદરથી રૃા૨૮૨૫૬૦ની કિંમતનો ૨૮ કિલો ૨૫૬ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો. ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતા એક શખસની પોલીસે અટકાયત કરીેને તેના કોરોના ટેસ્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે કબજે લેવાયેલા ગાંજામાંથી બે સેમ્પલ મેળવી પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી અપાયા છે.

મહેસાણા એસઓજીમાં ફરજ બજાવતા એએસઆઈ જહીરખાનને બાતમી મળી હતી કે વડનગરના નદીઓળ વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમાં રહેતો ગાંડાજી રાયમલજી ઠાકોર પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરે છે. તેના આધારે એસઓજીની ટીમે વડનગર  પહોંચી ગાંડાજીના મકાનમાં ઓચિંતી રેઈડ કરી હતી. ઘરમાં તપાસ દરમિયાન રસોડાના ઉપરના ભાગે બનાવેલ સિમેન્ટની અભરાઈ પરથી મેમીયાની બે બોરીો મળી હતી. જેમાં જોતા અંદર ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેનું વજન કરાવતા બન્ને કોથળામાંથી રૃા. .૮૨ લાખની કિંમતનો ૨૮ કિલો ૨૫૬ ગ્રામ ગાંજો હોવાનું જણાઈ આવેલ. ત્યારબાદ પોલીસે કબજે લેવાયેલા ગાંજાના જથ્થામાંથી બે સેમ્પલો લઈ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે ગાંજાનો બિનઅધિકૃત રીતે વેચાણ કરતા આરોપી ગાંડાજી રાયમલજી ઠાકોરની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:50 pm IST)