Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

નડિયાદ તાલુકાના ભૂમેલથી ગૂમ થયેલ યુવાનનો મૃતદેહ ઝાડ પરથી લટકતો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ:તાલુકાના ભૂમેલનો ગુમ થયેલ આશાસ્પદ યુવાનનો મૃતદેહ આજે ઝાડ પર લટકતો મળી આવતા ચકચાર મચી છે. કામે જઉં છું કહીને નીકળેલ યુવાનના ગુમ થયાની ફરિયાદ માતાએ ચકલાસી પોલીસ મથકે ગત્ ૩૦ તારીખે નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભૂમેલ ગામની ઇન્દિરાનગરીમાં વિધવા મધુબેન શંકરભાઇ રાઠોડ રહે છે. ગત્ ૨૯મી ઓગષ્ટના રોજ તેમનો ૨૧ વર્ષિય દિકરો રમેશભાઇ ઉર્ફે મનુભાઇ ઘરેથી લાકડાની ગાડીએ જઉં છું તેમ કહી નીકળ્યા હતા. જે ઘરે પરત ફરતા મધુબેને ૩૦મી ઓગષ્ટે ચકલાસી પોલીસ મથકે દિકરાના ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી

જે અંગે ચકલાસી પોલીસે જાણવાજોગ નોંધ કરી પોલીસે રમેશભાઇની શોધખોળ આરંભી હતી.

આજે મોડી સાંજે અચાનક ભૂમેલ ચોકડી પાસે આવેલ સીજી ઓટોની જગ્યામાં આવેલ ઝાડ પરથી રમેશભાઇની લટકતી લાશ મળી આવી હતી.

(6:47 pm IST)