Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુરતમાં મધરાત્રે માસ્ક પહેર્યા વગર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં મધરાત્રે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ચપ્પુ વડે કેક કાપી બર્થ ડેની ઉજવણીનો વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરતા દોડતી થયેલી સુરતની રાંદેર પોલીસે પાલનપુર જકાતનાકા વિસ્તારના બર્થ ડે બોય અને તેના મિત્રો મળી 6 વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અડાજણમાં બર્થ ડે માં ચાકુ વડે કેક કાપી ઉજવણીનો એક વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને પગલે રાંદેર પોલીસની તપાસમાં વિડીયો પાલનપુર જકાતનાકા સ્થિત વિવેકાનંદ ટાઉનશીપ ઘર નં. 33 માં રહેતા રાહુલ રમેશ કદમ (.. 26) નો બર્થ ડે હોવાનું અને તેના ઘરની સામે જાહેરમાં બર્થ કેક કાપી ઉજવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું

(6:46 pm IST)