Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડોદરામાં લોકડાઉન દરમ્યાન મંદિરમાં આવક ઘટી જતા આધેડ પુજારીની શારીરિક ભૂખથી કંટાળી પત્નીએ અભયમની મદદ લીધી

વડોદરા:જિલ્લાના પૂર્વ વિસ્તારના એક ગામમાં મંદિરની પૂજાવિધિ અને કર્મકાંડ કરતા ૫૦ વર્ષીય વયના પૂજારીએ થોડા સમય પહેલાં તેમનાથી અડધી ઉંમરની યુવતી સાથે પુર્નલગ્ન કર્યા હતા .

શરૃઆતમાં બંનેનું દાંપત્યજીવન સુખમય રહ્યંુ હતું.પરંતુ લોકડાઉન દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા શરૃ થયા હતા.લોકડાઉન દરમિયાન તેમની વચ્ચેનો વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચતા આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

અભયમના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, લોકડાઉનના કારણે મંદિર અને કર્મકાંડ બંધ થતાં પૂજારીની આવક પર અસર થઇ હતી અને તેઓ ઘરખર્ચ માટે એક રૃપિયો પણ આપતા નહતા અને તેના કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઇ હતી.

(6:46 pm IST)