Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડોદરા : સોખડા સહીત વાસણામાં રેશનિંગની દુકાનમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી દુકાનના લાયસંસ રદ કર્યા

વડોદરા:લોકડાઉન સમયગાળામાં જિલ્લા પંચાયતના સભ્ય સંચાલિત સોખડા અને વાસણા કોતરીયા ગામની રેશનિંગ દુકાનમાંથી સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ ઝડપાયા બાદ બંને દુકાનોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.

સોખડાથી મંજુસર જતા રસ્તા ઉપર ઘઉંનો શંકાસ્પદ  જથ્થા ભરેલી ગાડી જિલ્લા એલસીબીએ ઝડપી પાડયા બાદ જથ્થાની વડોદરા ગ્રામ્ય મામલતદાર દ્વારા તપાસ કરાવતા જથ્થો સરકારી વ્યાજબી ભાવની દુકાન એટલે કે રોશનની દુકાનનો હોવાનું તથા સોખડા ગામે સોખડા- દુકાન સંચાલક રૃપેશભાઈ વસાવા તથા વાસણા-કોતરિયા રોડ સોખડાના સંચાલક તેમજ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈલાલભાઈ મકવાણાની દુકાનનો હોવાનું બહાર આવતા જે તે સમયે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ગ્રામ્ય મામલતદાર દ્વારા તપાસ કરાતા જથ્થો બંનેની દુકાનોનો સંયુક્ત હોવાનો મામલતદારે રિપોર્ટ આપ્યો હતો. તથા સોખડા-૧ના  દુકાનદાર રૃપેશ વસાવા પોતાની નિર્ધારિત જગ્યાના  બદલે વાસણા-કોતરીયા રોડ પર આવેલી ભાઈલાલભાઈ મકવાણાની દુકાને વિતરણ કરતા  હોવાનું મામલતદારે જણાવ્યું હતું. તે સમયે જિલ્લા પુરવઠા અધિકારીએ બંને દુકાનોના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા

(6:44 pm IST)