Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડોદરામાં શાકભાજીના વેપારીને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હોવાની વિગતોના પગલે થોડા સમય પહેલાં શહેર પોલીસ દ્વારા એક અલાયદો નાર્કોટિક્સ સેલ બનાવવામાં આવ્યો હતો. સેલ દ્વારા ગોરવાના શાકભાજીના એક વેપારીને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોરવાના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતો અને શાકભાજીની દુકાન ધરાવતો કપિલ કૈલાશ ચંદ્ર અગ્રવાલ નામનો વેપારી જુગારના રવાડે ચડ્યો હોવાથી તેણે શાકભાજીના ધંધાની આડમાં ગાંજાનું વેચાણ પણ શરૂ કર્યું હોવાની માહિતી એસ..જી. ને મળતા વેપારી પર વોચ રાખી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે કપિલ અગ્રવાલ પાસે રૂ 15,000ની કિંમતનો દોઢ કિલો ગાંજો અને એક મોબાઈલ ફોન કબ્જે કરી પૂછપરછ કરતા ગાંજો સુરતથી બંગાળી કેરિયર આપી જતો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે પકડાયેલા વેપારીને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપી ગાંજાના ગ્રાહકોને શોધવા મોબાઇલની કોલ ડિટેલ કઢાવી છે.

(6:44 pm IST)