Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં મહિલાને અજાણ્યા શખ્સે પેટીએમ બંધ થઇ ગયું હોવાનો ફોન કરી ભેજાબાજે એક લાખ ટ્રાન્સફર કરી લીધા

અમદાવાદ: શહેરના સાબરમતીમાં ગીતાબેન પાસે શુભ સોનલ સોસાયટીમાં રહેતા રમેશભાઇ ટી ચૌધરીને કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને પોતે paytm કંપનીમાંથી બોલે છે અને તમારૂ paytm બંધ થઈ ગયું છે માટે તમારે પેટીએમ ચાલુ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી એમ કહીને મોબાઇલમાં quicksupport નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી

રમેશભાઈ quicksupport નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી પરંતુ એપ્લિકેશન ખુલતી નહોતી બીજી તરફ ફોન ચાલુ હતો ત્યારે શખ્સએ કોઈ પ્રોસિજર કરતા રમેશભાઇ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1,00,765 કપાઈ ગયા હતા. રમેશભાઈને જાણ થતાં તેમણે બેંકમાં ફોન કરીને બેન્ક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.

(6:44 pm IST)