Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વલસાડ પોલીસે એક લૂંટ ઉકેલી તેના આધારે 15 ગુનાઓ ડિટેક્ટ કર્યા: ધરમપુર અને ગ્રામ્ય પંથકમાં ચોરી અને લૂંટ કરતી 3 ગેંગને ઝડપી 10,57,080નો મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ ચાણક્ય બુધ્ધિથી ભેદ ઉકેલ્યો: સરપ્રદ કથા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના ભૂતસર ગામે થયેલી લૂંટના 3 આરોપીઓને વલસાડ પોલીસે હાઇવે પરથી પકડી પાડ્યા હતા. તેમની પુછતાછ બાદ પોલીસે આ ગેંગને સંલગ્ન વધુ બે ગેંગના સભ્યોને પકડી વલસાડના ધરમપુર પંથકમાં થતી 15 લૂંટ અને ચોરીના ગુનાઓ ઉકેલી મોટી સફળતા મેળવી છે.
વલસાડ પોલીસે ઉકેલેલા 15 ગુનાઓની માહિતી આપવા વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, તેમણે પહેલા ભૂતસર લૂંટના 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં શ્રીતેજબહાદૂર કવી, હમઝા ઉર્ફે રોની રિયાઝ કુરેશી અને દક્ષા ઉર્ફે વૈશાલી શશિકાંત પટેલ તમામ રહે ધરમપુરની ધરપકડ કરી હતી. આ 3 પૈકી દક્ષા લૂંટની ટીપ આપતી હતી. તમામની વધુ પુછતાછ કરતાં શ્રીતેજબહાદુર કવી 3 લૂંટ સાથે સામેલ હતો. જેમાં એક ગેંગ નવસારીના ડિસમીસ પોલીસકર્મી અલ્કેશ ઉર્ફે સાહેબ અમરત પટેલ અને બીજી ગેંગ સેલવાસના નરેશ ઉર્ફે નાયક કાવજી ભાવર અને રાજેશ સોમલા  બરફની હતી. આ ત્રણેય ગેંગ મળીને કેે છૂટા છૂટા ધરમપુરના ગ્રામ્ય વિસ્તાર, વલસાડના ગ્રામ્ય વિસ્તાર અને નવસારી ચિખલીના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને લૂંટ કરતા હતા. તેમણે ધરમપુરમાં 8, વલસાડમાં 3 અને ચિખલીમાં 2 અને વાંસદામાં એક ચોરી અને લૂંટ કરી હતી.
વલસાડમાં થયેલી આ લૂંટની ઘટનાની તપાસમાં એસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, પીએસઆઇ સી. એચ. પનારા, જી. આઇ રાઠોડ, એએસઆઇ મિયામહમદ શેખ, મહેશ રાવણ, નરેન્દ્રસીંગ, રૂપસિંગ નંદરિયા, અજીતસિંહ કાળુસિંહ, હેડ કોન્સ્ટેબલ, અજયઅમલા, વિજય શાલીગ્રામ, વિજય માધવરાવ, અલ્લારખ્ખુ આમીર, જીતેન્દ્ર વજીરભાઇ, વિક્કોરમ મનુભાઇ, કોન્સ્ટેબલ નીતિન બાબુરાવ, યોગેશ કાન્તીલાલ, રીતેશ ચીમનભાઇ, ભુપેન્દ્ર જેમુભા, હરદેવસિંહ રણજીતસિંહ રાણા, સ્વપ્નીલ હેમંતભાઇ, મહેન્દ્ર જીલુભા, તેજપાલસિંહ મહેન્દ્રસિંહ, કરમણ જયરામભાઇ, પરેશ રઘજીભાઇ, વુમન કોન્સ્ટેબલ હિરલબેન કિશોરભાઇએ ભારે મહેનત કરી લૂંટમાં સામેલ 10 આરોપીઓને જેમાં સેલવાસના નરેશ ઉર્ફે નાયક કાવજીભાઇ ભાવર અને રાજેશ સોમલા બરફને પણ પકડી પાડ્યા હતા. આ ટીમે લૂંટના રૂ. 71, 080, સોનાના દાગીના રૂ. 1.16 લાખ, મોબાઇલ ફોન, બે કાર અને એક ટીવી તેમજ લેપટોપ મળી કુલ રૂ. 10,57,080 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આ કેસમાં તેમણે ચોરી અને લૂંટનો માલ ખરીદનાર સોની છોટા ઉદયપુર નસવાડીના રીતેશ ઉર્ફે હિતેશ દિલીપ સોની અને ધરમપુરના દેવેન્દ્ર સોનીની પણ ધરપકડ કરી હતી.

(6:28 pm IST)