Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રવિવારે ગુજરાતના ૧૦ શહેરોના ર૧૪ કેન્દ્ર ઉપર મેડીકલ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ (યુજી)ની પરીક્ષા લેવાશે : કોરોના વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ ન પડે તેવી રાજય સરકારની વ્યવસ્થા : ૮૦ર૧૯ પરિક્ષાર્થીઓ

રાજકોટ, તા. ૧૧ : રાજય સરકાર દ્વારા તા. ૧૩ના રોજ રાજયના ૧૦ જિલ્લાના ર૧૪ કેન્દ્ર ઉપર મેડીકલ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ (યુજી)ની પરીક્ષા લેવાશે.

જેમાં અમદાવાદમાં ૩૯ સેન્ટર, આણંદ ૭, ભાવનગર ૧૪, ગાંધીનગર ર૦, પંચમહાલ ૭, પાટણ ૧૮, રાજકોટ ૩૯, સુરત ૩૮, વડોદરા ર૦, અને વલસાડના ૧ર કેન્દ્રો ઉપરથી પરીક્ષા લેવાશે.

ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ પછી ઇજનેરી, ફાર્મસી, મેડીકલ, આયુર્વેદિક, હોમીયોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા (Common Entrance Test) દ્વારા (National Testing Agency (NTA), New Delhi તા. ૧૩ના રોજ લેવામાં આવનાર છે.

તેના અનુસંધાનમાં રાજયના વહીવટી તંત્ર દ્વારા ધરવાની તૈયારીઓ બાબતે અને સમગ્ર પરીક્ષા  કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિમાં સારી રીતે પરિપૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રને કાળજી પૂર્વક કામગીરી કરવા બાબતે અગાઉ માર્ગદર્શન આપેલ હતું જે પરીક્ષાની પૂર્વતૈયારીના અનુસંધાને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજે મીટીંગનું આયોજન કરી નીટ પરીક્ષાના સંદર્ભે નટાના સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી વિરેન્દ્ર રાવત સાથે પરામર્શમાં રહીને જરૃરી તમામ સહકાર પૂરો પાડવા માટે જરૃરી સૂચનાઓ આપેલ છે.

મેડીકલ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEE (UG) તા. ૧૩-૯-ર૦ર૦ ના રોજ યોજાવાની છે. નીટ (યુજી) ની પરીક્ષા ૧૦ જિલ્લાઓના કુલ ર૧૪ કેન્દ્રો ખાતે લેવાનાર છે. જેમાં ૮૦,ર૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષાઓ સુચારૃ રીતે ગોઠવાય તે માટે રાજય સરકારને જરૃરી તમામ વ્યવસ્થાઓ કરવા નિર્દેશ આપેલ છે જે અનુસાર રાજયના કુલ ૧૦ જિલ્લાઓમાં યોજાનાર આ પરીક્ષા માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવાય તે રાજય સરકાર સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓ જયાં યોજાવાની છે તે જિલ્લાઓના સંબંધિત તમાર કલેકટરશ્રીઓને કેન્દ્ર સરકાર Ministry of Human Resource Development  દ્વારા તા. ૬ જુલાઇ, ર૦ર૦ના રોજ જારી કરાયેલ Standard Operating Procedure  (SOP)ની વિગતો અનુસાર અચુક કાર્યવાહી થાય તે માટે મંત્રીશ્રી (શિક્ષણ) દ્વારા સુચનાઓ આપવામાં આવેલ છે. આ પરીક્ષાના સંચાલન દરમ્યાન વિદ્યાર્થીઓ તથા વાલીઓને તકલીફ ન પડે તે અનુસાર વ્યવસ્થાતંત્ર ગોઠવવા, જેમાં ખાસ કરીને પરીક્ષા સ્થળો અને પરીક્ષા ખંડો સેનેટાઇઝ થાય, ૫રીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ અને નિકાસ દરમિયાન સામાજિક અંતર જળવાય, પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ યોગ્ય અંતર જળવાય અને કોઇપણ જાતની ભીડભાડ ન થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને જો જરૃર હોય તો વધારાના માસ્ક મળી રહે અને થર્મલ ગન વડે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશનાર તમામ વિદ્યાર્થીઓના શરીરનું તાપમાનમાં માપીને પ્રવેશ આપવામાં આવે તથા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનું સેનેટાઇઝેશન થાય. તદ્ઉપરાંત સેશન પુરૃ થાય ત્યાર બાદ તરત જ બેઠક વ્યવસ્થાનું સેનીટાઇઝેશન થાય તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ ઉભી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રી (શિક્ષણ)એ જણાવેલ છે. વીજ કંપનીઓ, એસ.ટી. તથા આરોગ્ય તંત્ર અને મ્યુનિ. કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટીઓ સાથે પણ સંકલન કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કેળવી પરીક્ષા સ્થળ ઉપર બિનજરૃરી ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેની કાળજી લેવા પણ મંત્રીશ્રી (શિક્ષણ)એ પુનઃ સુચના આપેલ છે.

(6:09 pm IST)