Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજપીપળા શુક્રવારે સાંજે અચાનક વાતાવરણ પલટો : વાવાઝોડા બાદ ધીમીધારે વરસાદ થી વાતવરણમાં ઠંડક

ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા આકરી ગરમીમાં સેકાતા લોકોને આંશિક રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે સાંજે રાજપીપળા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વાવઝોડું ફૂંકાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં લાંબા સમય થી આકરી ગરમી માં બફાતા લોકો ને ઠંડક મળી હતી.
 જોકે આકાશ માં કાળા ભમ્મર વાદળો છવાઈ જતા જાણે અતિશય ભારે વરસાદ આવશે તેમ લાગી રહ્યું હોય બજારો માં કામ અર્થે નીકળેલા લોકો પોતાના વાહનો લઈ ફટાફટ ઘરે રવાના થતા જોવા મળ્યા જોકે ધીમીધારે વરસાદ ચાલુ થયો હોય વાતવરણ માં ઠંડક પ્રસરી જતા ગરમી માં કંટાળેલા લોકો એ રાહત મેળવી હતી

(6:03 pm IST)