Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાના પ્રમુખપદે આશીષ ગર્ગ

રાજકોટ,તા.૧૧: ઈન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાના પ્રમુખ સી.એસ. આશિષ ગર્ગને વર્ષ ૨૦૨૧ માટે કોર્પોરેટ સેક્રેટરીઝ આંતરરાષ્ટ્રીય સંગઠન (સીએસઆઈએ)ની કાઉન્સિલના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ એસોસિએશન કોર્પોરેટ સેક્રેટરીઝ આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના વર્ષ ૨૦૧૦માં જિનીવા, સ્વિટ્ઝલેન્ડમાં એક સંગઠન તરીકે કરવામાં આવી હતી. જે પછીથી હોંગકોંગમાં ગેરંટી દ્વારા મર્યાદિત કંપની તરીકે ૨૦૧૭માં ફરીથી ગોઠવવામાં આવી હતી.

આ સંસ્થા, દરેક રાષ્ટ્રીય સભ્ય સંસ્થાના સભ્યો અને પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત, આજે ચૌદ સભ્ય દેશો ધરાવે છે અને વિશ્વભરમાં ૧,૦૦,૦૦૦થી વધુ શાસન વ્યવસાયિક સંગઠનો સાથે સંકળાયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)