Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ટુંક સમયમાં ઓવરફલો

સરદાર સરોવર - નર્મદા ડેમ છલોછલ, ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીથી માત્ર ૧.૬૨ મીટર જ દૂર

નવી દિલ્હી, તા.૧૧: આનંદો ગુજરાત... સરદાર સરોવર નર્મદા ડેમ છલેછલ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં જીવાદોરી સમા અને સિંચાઇ - પાવાના પાણી સહિત વિજ ઉત્પાદન તેમજ પર્યટન માટે મહત્વના એવા સરદાર સરોવર  - નર્મદા ડેમની જળ સપાટીમાં પાછલા દિવસોથી અવિરત વધારો નોંધવામાં આવી રહ્યો છે. નર્મદા બંધની સપાટીમાં વધારા બાદ હાલ જળ સપાટી - ૧૩૭.૦૬ મીટર પર પહોંચી ગઇ છે. અને થોડા દિવસોમાં જ અનેક વર્ષો બાદ નોંધવામાં આવતી ઘટના એટલે કે સરદાર સરોવર - નર્મદા ડેમ ઓવરફલોની વિગતો સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર - નર્મદા ડેમની મહત્ત્।મ સપાટી ૧૩૮.૬૮ મીટર છે અને સરકાર અને ડેમ ઓથોરીટી દ્વારા ડેમને પૂર્ણ કક્ષાએ ભરવાનાં નિર્ણય બાદ ડેમનાં તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા.  હાલ ડેમની જળ સપાટી - ૧૩૭.૦૬ મીટર પર પહોંચી છે અને મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર ૧.૬૨ મીટર જ દૂર છે.

સરદાર સરોવર - નર્મદા ડેમમાં હાલ પાણીની આવક -  ૧૦૭૯૮૦ કયુસેક છે. જયારે રિવર બેડ પાવરહાઉસ નું એક યુનિટ દ્રારા નદીમાં પાણીની જાવક - ૧૬૨૪૮ કયુસેક છે, તો સાથે સાથે કેનાલ હેડ પાવર હાઉસ ના ૨ યુનિટ દ્વારા કેનાલમાં પાણીની જાવક ૧૨,૮૧૯ કયુસેક છે. પાણીની જાવકનાં કારણે નર્મદા નદી પણ પોતાનાં અપ્રતિમ સૌદર્યમાં હાલ જોવામાં આવી રહી છે.

(3:31 pm IST)