Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દેડીયાપાડા ખાતે પત્નીએ ચા મોડી બનાવવા બાબતે ઝગડો થતા પતિએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે રહેતા દંપતી વચ્ચે ચાહ મોડી બનાવવા બાબતે થયેલા ઝગડા માં પતિ એ ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ની નર્મદા નગર સોસાયટી માં રહેતા મરનાર મહેંન્દ્રભાઇ બાપુભાઈ મેંદાણે (ઉ.વ ૨૮)ને ચાહ મોડી બનાવવા બાબતે પત્ની સાથે ઝગડો કરી ઘરેથી ગુસ્સામાં નિકળી જઈ ત્રીમુર્તી પેટ્રોલ પંપની આગળ કાળીયાભુત મામાના મંદીર પાસે જંગલમાં જઈ પોતાની જાતે ખાખરાના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફ્રાંસો ખાઈ જતા મોત ને ભેટ્યા હતા.આ બાબતે દેડીયાપાડા પોલીસે અ.મોત નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)