Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પોલીસની જીવન આસ્થા હેલ્પ લાઇન આપઘાતના વિચારો કરનારાઓ માટે દેવદુત સમી બની રહી છે

ચાલુ વર્ષમાં જ ૧૦૦ થી વધુ લોકોના માનસ પલ્ટા દ્વારા જીવન બચાવનારાઓની પીઠ થાબડતા ગાંધીનગર રેન્જ વડા અભયસિંહ ચુડાસમા અને એસપી મયુર ચાવડા સહિતના અગ્રણીઓ

રાજકોટ, તા., ૧૧:આપઘાત સામે પ્રેરણા આપતી ફિલ્મના અભિનેતા દ્વારા જ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવાની પ્રાથમિક માહિતી બાદ યુવાનોમાં નાની નાની બાબતે તથા હાલની કોરોનાની પરિસ્થિતિમાં ઘણા લોકોને જીવન ટૂંકાવવાના વિચારો આવી રહયા છે ત્યારે આવા લોકો સાથે તાત્કાલીક કાઉન્સેલીંગ થાય તો અકાળે જીવન મુરજાતા બચી શકે તેવા હેતુ સર 'પોલીસ જીવન આસ્થાને' છેલ્લા પાંચ વર્ષમાં ખુબ જ સફળતા મળી છે અને હાલની પરિસ્થિતિમાં તો આ હેલ્પ લાઇન દેવદુત સમી બની રહી છે.

આવી દેવદુત સમી હેલ્પલાઇનના ૫ વર્ષ પુર્ણ થતા અને આ હેલ્પ લાઇનને ૭૦ હજારથી વધુ કોલ્સ મળ્યા અને લોકોને બચાવવામાં ખુબ જ મોટી સફળતા મળવા સાથે ચાલુ વર્ષમાં જ ૨૧૫ કોલ બાદ લોકોના કાઉન્સેલીંગ દ્વારા જીવ બચાવી લેવાના અભુતપુર્વ કાર્યને પ વર્ષ પુર્ણ થતા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર રેન્જના કાર્યદક્ષ આઇજીપી અભયસિંહ ચુડાસમા જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થના ડાયરેકટર ડો.દિલીપ માવલંકર, મનોવૈજ્ઞાનીક પ્રશાંત ભીમાણી, ડો.અજય ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહયા હતા. રેન્જ આઇજીપી દ્વારા આવી માનવ જીવનને ઉગારતી પ્રસંશનીય પ્રવૃતી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉકત પ્રસંગે રેન્જ વડા તથા એસપી દ્વારા આ પ્રવૃતીને બિરદાવવામાં આવી હતી. જરૂરી કિસ્સામાં 'ફેસ ટુ ફેસ' કાઉન્સેલીંગ કરવાની પધ્ધતીના કારણે આત્મહત્યા માટે મન બનાવી ચુકેલા લોકોને બચાવવાની પ્રવૃતિને પણ  બિરદાવાઇ હતી.

(12:04 pm IST)