Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકાઓમાં વરસાદ

3 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ, 4 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ અન્યત્ર હળવા ઝાપટા

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  31 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે.રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધવામાં આવ્યા છે અને બાકીના ભાગોમાં વરાપ જોવામાં આવી છે. 31 તાલુકાઓમાંથી 3 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. 4 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીનાં 24 તાલુકાઓમાં હળવો કહી શકાય તે પ્રકારે 1 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે.

(10:07 am IST)