Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી : દક્ષિણ-મધ્ય ગુજરાત સહીત સૌરાષ્ટ્રમાં મેઘો મંડાશે

આજે પણ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે

અમદાવાદ : ગુજરાતમાં આગામી પાંચ-સાત દિવસ વરસાદની સંભાવના હતી પરંતુ લો-પ્રેશર સિસ્ટમની બદલતી ચાલ અને તીવ્રતાને પગલે આગામી 2 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.

કાલ થી બે દિવસ એટલે કે 12 અને 13 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી પ્રકોપ ઉતરે તેવી સંભાવનાએ વચ્ચે આજે પણ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્રારા જાહેર કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ 121 ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે. પાછલા રાઉન્ડમાં વરસાદથી ગુજરાત આખું તરબોળ જોવામાં આવ્યુ હતુ અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા તેમજ પોણી ભરાઇ જતા ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

(10:06 am IST)