Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વડોદરાના છાણી ઓવરબ્રિજ નજીક રાજસ્થાનથી આવેલ 12 લાખના શરાબના જથ્થા સાથે કાર ઝડપાઇ: ફરાર થયેલ ચાર શખ્સોને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: શહેરના છાણી ઓવરબ્રિજ પાસે રાજસ્થાનથી આવેલા રૃા.૧૨લાખના શરાબના જથ્થાની ડીલિવરી લેવા કારમાં આવેલા ચાર શખ્સો ભાગી છૂટયા હતા.ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં આજે કાર કબજે કરી છે.

છાણી ઓવર બ્રિજ પાસે ગઇ તા.૪થીએ રાજસ્થાનથી શરાબનો મોટો જથ્થો આવનાર હોવાની વિગતોને પગલે સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો મારી રૃા.૧૨ લાખની કિંમતની શરાબની ૨૪૯ નંગ પેટી,મોબાઇલ અને ટેમ્પા સાથે ડ્રાઇવર સુરેશ પુરબિયા અને ટેમ્પાના માલિક શંકરલાલ રોડીલાલ ડાંગી (રહે. સાંગલા, તા.માવલી,રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.

(5:46 pm IST)