Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડીયાપાડાના ઉપરવાસમાં સતત ભારે વરસાદના લીધે કરણજ ડેમમાં પાણીની આવક સતત ચાલુ

રાજપીપળા: નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડીયાપાડા ના ઉપરવાસમાં સતત ભારે મુશળધાર વરસાદને પગલે કરજણ ડેમમાં સતત પાણીની આવક વધતા કરજણ ડેમની સપાટી ક્રમશઃ વધતા કરજન ડેમમાંથી આજે બીજા દિવસે પણ પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. બીજે દિવસે પણ કરજણ ડેમમાંથી 4અને 6 નંબરના 1 મીટર ઊંચા કરીને બે(2) ગેટ ખોલી તેમાંથી 10662 કયુસેક પાણી છોડાતા બે કાંઠે વહી રહી છે હાઇડ્રોપાવર માં પણ વીજ ઉત્પાદન માટે 388 ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થઈ રહ્યું છે. ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર રૂડ લેવલ 112.20 મીટર કરતાં વધીને 112.51 થઈ હતા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં તબક્કાવાર પાણી છોડવાના આવ્યું હતું. કરજણ ડેમ હાલ 85.50% ભરાયો છે અને ગ્રોસ સ્ટોરેજ 460.65 મિલિયન ઘનમીટર છે.

(5:10 pm IST)