Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમદાવાદના જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ યુવતિનું અપહરણઃ કારમાં બેસાડીને અપહરણકાર નાસી છૂટ્યો

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા. જો કે, આ ઘટના અંગેની જાણકારી મળતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના અપહરણને લઇ એક યુવક દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને મારામારી અંગેની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ત્યારે યુવતીના અપહરણ સમયના સીસીટીવી ફૂટેજમાં પણ આ તમામ હરકતો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેમાં કેટલાક શખ્સો યુવતીને જૈન દરેસરમાંથી ઉપાડી કારમાં લઇ જઇ રહ્યાં છે. તે પહેલા જૈન દેરાસરમાંથી દોડીને બહાર આવતા એક યુવતેને પણ તેઓ માર મારી રહ્યાં છે.

આ ઘટના અંગે પોલીસ પ્રાથમિક તપાસમાં પ્રેમ લગ્ન કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગેની વાત જાણે એમ હતી કે, યુવક-યુવતીના થોડા સમય પહેલા પ્રેમ લગ્ન થયા હતા. જે પ્રેમ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ના હતા અને સમાધાન માટે દેરાસર પાસે બોલાવી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કરી યુવકને પણ માર માર્યો હતો.

જો કે, હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યુવકે યુવતીના પરિવારજનો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે નવરંગપુરા પોલીસે પણ સીસીટીવી ફૂટેડના આધારે મારામારી કરતા અને યુવતીને ઉઠાવી લઇ જતા શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(5:08 pm IST)
  • ૧૩મીથી મુંબઇમાં ફરી વરસાદનું જોર વધતુ જશે : મુંબઇમાં ૧૩મી સપ્ટેમ્બર શુક્રવારે બપોરથી રવિવાર ૧૫મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડતો રહેશે તેમ એક ખાનગી વેધર સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે. આ ૩૬ કલાકના સમયમાં (થાણે-નવી મુંબઇ સહિત) ૪ થી ૫ ઇંચ વરસાદ પડવા સંભવ છે. જયારે પશ્ચિમ અને ઉતરના પરાઓમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ પડશે access_time 4:15 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • ઇમરાનનો નવો પેંતરો : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા બાદ હવે Pokમાં રેલી કરશે ઇમરાનખાન : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા સહન કર્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પીઓકેમાં રેલીનું આયોજન કરશેઃ ઇમરાને કહ્યું કે ૧૩ સપ્ટેમ્બરે મુઝફફરાબાદમાં એક મોટી રેલી કરીશ અને સમગ્ર વિશ્વનું ધ્યાન કાશ્મીર પર લાવવાના પ્રયત્નો કરીશ access_time 1:04 pm IST