Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમદાવાદમાં બુટલેગરો દ્વારા નવો નુસખોઃ ટ્રેનના શૌચાલયમાં દારૂ રાખીને હેરાફેરીઃ એકની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર આગ્રા અમદાવાદ સુપર સ્ટાર ટ્રેનના એસ-5 કોચના શૌચાલયના છુપી રીતે દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચોક્કસ બાતમીના આઘારે તપાસ કરતા આરોપી રેહાવ કુરેશી જે મૂળ અમદાવાદનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે.

રેલવેમાં વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરવાનો એક અનોખો કીમિયો ગુજરાતના બુટલેગરોએ શોધી કાઢ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ આગ્રા ટ્રેનના એસ-5 કોચના શૌચાલયમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 43 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે આરોપીની ધરપકડ કરી તાપસ શરૂ કરી છે.

(5:07 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • લાખો- કરોડોના હેરોઇન સાથે ત્રણ ઝડપાયા : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મણીપુરથી ઝારખંડના નકસલ ઇલાકામાં થઇને આવતા ૧૦ કિલો હેરોઇન સાથે ત્રણ સંદીગ્ઘ આરોપીઓને ઝડપી લીધા access_time 3:20 pm IST

  • ગુજરાતભરમાં મેઘરાજા અનરાધાર : અતિવૃષ્ટિના એંધાણઃ ઝાપટાથી ૮ ઈંચ સુધીના વરસાદ સાથે ૧૧૭ ટકા વરસાદ નોંધાયોઃ ગોલ્ડન બ્રીજની સપાટી ૩૧ ફુટે... શહેરમાં પાણી ઘુસ્યા... કરજણ ડેમના ૭ દરવાજા ખોલાયા... ઉકાઈ ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડાતા તાપી ફરી બે કાંઠે.. access_time 11:28 am IST