Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતિ....

"સ્ટેચ્યુ ઓફ યુનિટી" પર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા વિશેષ સેલ્યુટ તથા વિશ્વ શાંતિ પ્રાર્થના*...

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા છે. આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એક સૂત્રે બાંધીને પોતાના શક્તિ - સામર્થ્યનો પરિચય આપનારા લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ના નિર્માણ દ્વારા વિરલ વ્યક્તિને ગુજરાતી વૈશ્વિક ઓળખ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વમાં ભારત રાષ્ટ્રના ગરવી ગુજરાતના ગુલાબી ગુંજન ગગન ગુંજી રહ્યું છે એ વિશ્વમાં એક અજોડ અલૌકિક ઐતિહાસિક હકીકત છે.

ભવ્ય ભાતીગળ ભારત રાષ્ટ્રના નિર્માણમાં સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અજોડ, અનન્ય અને અદ્વિતીય છે. એ આત્મીય આપણા વ્હાલા પ્યારા સરદાર વલ્લભભાઈ પટેલશ્રીનું સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમના વ્યુ પોઈન્ટ પર પ્રથમ પ્રેરણાત્મક સ્થાપન બે દાયકા પૂર્વે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ તત્કાલીન અટલબિહારી વાજપેયીજીની સરકારના  સમયમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જયંતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વાર્ષિક ઉજવણી પ્રસંગના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતાના સંતો-ભક્તો તેમજ સંસ્થાનનું વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ

પાઈપ બેન્ડ સહિત પધારી, બહાદુર અને બાહોશ સરદાર વલ્લભભાઈ પટેલને સેલ્યુટ કરી. અને આ કાર્યક્રમની ઉમંગોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં શાંતિ સ્થપાય તદર્થે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.

સદગુરુ ભગવતપિયદાસજી સ્વામી મહંત

(4:48 pm IST)
  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST

  • ગુજરાતભરમાં મેઘરાજા અનરાધાર : અતિવૃષ્ટિના એંધાણઃ ઝાપટાથી ૮ ઈંચ સુધીના વરસાદ સાથે ૧૧૭ ટકા વરસાદ નોંધાયોઃ ગોલ્ડન બ્રીજની સપાટી ૩૧ ફુટે... શહેરમાં પાણી ઘુસ્યા... કરજણ ડેમના ૭ દરવાજા ખોલાયા... ઉકાઈ ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડાતા તાપી ફરી બે કાંઠે.. access_time 11:28 am IST

  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST