Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

તા.૧૮ થી ૨૮ દરમિયાન રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવશેઃ પવન ફુંકાશે

હવામાન એસ્ટ્રોલોજર અંબાલાલ પટેલ કહે છે કે

અમદાવાદઃ રાજયમાં હજુ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના યોગ છે. તા.૧૮થી ૨૮માં રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવશે. આ સમય દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે તેમ  હવામાન જયોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

 હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઉત્ત્।ર ફાલ્ગુની અને આશ્લેષા નક્ષત્રનું પાણી પાક માટે હાનિકારક ગણાવ્યું છે. જયારે ગુજરાતમાં હાલ ભાદરવોનો પાછોતરા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થાય તેવું જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાથી સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. એક બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે.

હાલમાં રાજયમાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, ત્યારે હજુ રાજયના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્ત્।ર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.  

(4:02 pm IST)