Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ચીનમાં લસણના પાકને થયેલા નુકશાનના કારણે ગુજરાતમાં લસણના ભાવમાં વધારો : ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ તા ૧૦  : છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક અઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણના ભાવ ૨૦૦ ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકશાનને કારણે અહીં અસણ મોંઘુ થયું છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છ ગત સીઝનમાં ગુજરાત અને સોૈરાષ્ટ્રના લસણ પકવતા જે ખેડુતોેએ  લસણ મફત વહેચવાની  કે રસ્તાઓ પર ફેંકી દેવાની ફરજ પડી હતી.  તે લસણ હવે ટોચના ભાવે વેચાઇ રહયું છે, જેનું મુખ્ય કારણ છે. ચીનમાં લસણના પાકને ૩૦ થી ૩૫ ટકા થયેલુ નુકશાન માનવામાં આવે છે. વિશ્વના સોૈથી મોટા લસણ ઉત્પાદક દેશ તરીકે ચીન પ્રથમ નંબરે છે. અને તે સોૈથી વધારે લસણની નિકાસ કરે છે.

જોકે ત્યાંના ઉત્પાદનમાં ૩૫ ટકાનું નુકશાન થતા ભારતના લસણના સ્ટોકીસ્ટ અને નિકાસકારોએ લસણની નિકાસ કરવાની શરૂઆત કરતાં ભાવમાં ઓચીતો ઉછાળો આવ્યો, વળી ચાલુ વર્ષે વરસાદ સારો થતાં આવનારા દિવસોમાં લસણના બીયારણની માંગ પણ વધશે, જેને પગલે લસણનો ભાવ હજુ વધુ ઉંચાઇએ જાય તો નવાઇ નહીં. ભારતમાં રોજનો સરેરાશ ૨૦૦ ટ્રક એટલે કે ૪૦ હજાર લસણની બોરીનો વ્યાપાર થાય છે, જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની ૩૫ હજાર અને ગુજરાતની વાત કરવામાં આવે તો દરરોજ કુલ ૩ હજાર બોરીનો વ્યાપાર થાય છે. ગુજરાતમાં હાલ લસણનો હોલ સેલ ભાવ ૪૦ થી લઇને ૧૨૦ રૂપિયાનો છે. જે ગત અઠવાડીએ ૩૦ થી લઇ ૮૦ સુધીનો હતો.

ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩ હજાર લસણની બોરીઓનો વ્યાપાર થાય છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ કારણે વાવણી લેટ થતાં નવા લસણની આવક મોડી થશે, વળી અત્યારનું લસણ બીયારણ માટે ઉપયોગ થતો હોવાથી હજુ લસણના ભાવ વધશેે જે લસણના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોએ રોવાનો વારો આવ્યો હતો. એ લસણ હવે ગૃહિણીઓને રડાવી રહયું છે. લસણના આ ભાવના ઉતાર ચઢાવમાં સ્ટોકીસ્ટ અને  એકસપોટર્સ નફો રળી રહયા છે. શિયાળુ સિઝનમાં ૧૦ હજાર હેકટરમાં વાવેતર થતું હોય છે. રાજયમાં સોૈરાષ્ટ્રમાં સોૈથી વધુ લસણ પાકે છે.

(5:34 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • ૧૦૦ દિવસમાં ૨૨ શેરની કિંમતમાં ૫૦ ટકાનું ગાબડું : મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસ દરમ્યાન રોકાણકારોના ૨૨ શેર ૫૦ ટકાથી વધારે ઘટી ગયા. access_time 3:19 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST