Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પ્રગતિ પેનલના એજન્ડામાં દિલ્હીમાં કાર્યાલયને સ્થાન

ચેમ્બરની ચૂંટણીનો જામતો માહોલ : ગુજરાત ચેમ્બરના વિકાસ અને પ્રતિષ્ઠા વધે તે માટેના લાંબાગાળાના આયોજનો કરવાની પ્રગતિ પેનલની ખાતરી

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી માટે તમામ ઉમેદવારોએ પોતપોતાની રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે પ્રગતિ પેનલ દ્વારા પોતાની ચૂંટણી અંગેનું ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યો છે અને તેઓ શું શું કરવા માંગે છે તથા તેમના ભાવિ આયોજનો શું છે તે અંગે તમામ સભ્યોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

ચેમ્બરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે .આઈ. પટેલ તથા અન્ય સભ્યો પથિક પટવારી, અંકિત પટેલ, ચેતન શાહ, ગૌરાંગ ભગત તથા અંબર પટેલે પ્રગતિ પેનલનો એજન્ડા રજૂ કરતાં જણાવ્યું હતું. કે જો ચેમ્બરના સભ્યો તેમની પેનલ અને સંચાલન નો મોકો આપશે તો તેઓ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા ઉપરાંત લાંબાગાળાના આયોજનો પણ કરવામાં આવ્યા છે. પેનલના ઘોષણાપત્રમા આગામી દિવસોમાં ચેમ્બર ખાતે ગુજરાતના તમામ વેપારીઓને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમના પ્રશ્નોની મજબૂત રીતે સરકારમાં તથા તંત્રમાં રજૂઆત થાય તેના માટે ટ્રેડ સેલની રચના કરવામાં આવશે. વર્તમાન સમયે જીઆઇડીસી ને લગતા પ્રશ્નો જેવા કે માળખાકીય સુવિધાઓ વિવિધ પ્રકારની પેનલ્ટી અને ચાર્જીસ ઉપરાંત એલોટમેન્ટ અને ટ્રાન્સફર ને લગતા વિવિધ મુદ્દાઓ નું પણ તાકીદે સમાધાન કરવા માટે પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે પર્યાવરણ સંલગ્ન મુદ્દાઓનું GPCB સાથે સંકલન કરી તેનો નિકાલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં નવી દિલ્હી ખાતે ચેમ્બરની એક ઓફિસ કાર્યરત કરવામાં આવશે જે સરકાર સાથે નીતિવિષયક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી શકે. પ્રગતિ પેનલના ઘોષણાપત્રમાં આત્મનિર્ભર ભારતના મુદ્દે વિવિધ કામગીરી કરવી, વ્યાપાર ઉધોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોત્સાહન આપવા માટે એક્ઝિમ સેલની રચના કરવી, વધુમાં વધુ વ્યાપારી પ્રદર્શન કરવા, લેબર પોલીસી અનુરૂપ થાય તે માટે પ્રયાસ કરવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા, ડિજિટલ અનેરિસર્ચ લક્ષી કામગીરી થાયતથા તમામ સર્ટિફિકેટ ઓનલાઈન મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી .ચેમ્બરની લાયબ્રેરીને -લાઈબ્રેરીમા કન્વર્ટકરી સભ્યો વધુમાં વધુ તેનોઉપયોગ કરતા થાય તેવા પ્રયાસ કરવા અને ચેમ્બરનું કન્વેન્શન સેન્ટર તૈયાર કરવું જેવા મુદ્દા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું.

(7:38 pm IST)